મુખ્ય સમાચાર
News of Friday, 23rd March 2018

ટ્રમ્પે સેક્સ માટે જંગી નાણા આપવાના પ્રયાસો કર્યા હતા

પ્લેબોયની એક્સ મોડલનો ચોંકાવનારો ઘટસ્ફોટઃ ટ્રમ્પની સાથે મહિનાઓ સુધી સંબંધ હોવાનો પણ દાવો

લોસએન્જલસ,તા. ૨૩: પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ બાદ હવે પ્લેબોય મેગેઝિનની મોડલ રહી ચુકેલી કેરન મેકડુગલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મહિનાઓ સુધી સંબંધ રહ્યા હોવાનો દાવો કર્યો છે. પ્લેબોયની આ એક્સ મોડેલે દાવો કર્યો છે કે, ટ્રમ્પે સેક્સ માટે પૈસા આપવાના પ્રયાસ કર્યા હતા. મેકડુગલે એમ પણ કહ્યું છે કે, ટ્રમ્પ તેની સાથે સંબંધ રાખવા ઇચ્છુક હતા. કેરને વર્ષ ૨૦૧૬માં અમેરિકી મિડિયા કંપનીની સાથે એક ડિલ કરી હતી જે હેઠળ તેમને પોતાના જીવનના રહસ્ય કોઇની સાથે વહેંચવાના નથી. હવે કેરને આ ડિલથી સ્વતંત્રતાની પણ માંગ કરી છે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના પ્રમુખ બનતા પહેલા તેમની સાથે સેક્સ સંબંધો હોવાનો દાવો કરનાર પોર્ન સ્ટારે હાલમાં આરોપ મુક્યો હતો કે તેને અનેક પ્રકારની ધમકી હાલના દિવસોમાં મળી રહી છે. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના વકીલે કેટલાક આરોપો મુકીને ચકચાર મચાવી દીધી હતી. સ્ટોર્મી ડેનિયલ્સના વકીલે હાલ આરોપ મુક્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પના લોકો ખોટા આક્ષેપબાજી કરી રહ્યા છે. સ્ટોર્મી ડેનિયલ્સનુ અસલી નામ સ્ટિફૈની ક્લિફોર્ડ છે. તે એ સમજુતીને અમાન્ય જાહેર કરવા માટેની લડાઇ લડી રહી છે જેના પર વર્ષ ૨૦૧૬માં ચૂંટણી લડતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ સમજુતીનો અર્થ એ હતો કે તે ટ્રમ્પની સાથે પોતાના સંબંધોને લઇને ક્યારેય કોઇ જાહેરાત કરશે નહી. સ્ટોર્મીના કહેવા મુજબ વર્ષ ૨૦૦૬માં તેના ટ્રમ્પની સાથે સંબંધ બન્યા હતા. આ સંબંધ આશરે એક વર્ષ સુધી ચાલ્યા હતા. બીજી બાજુ ડોનાલ્ડ ટ્ર્મ્પના વકીલે કોર્ટમાં તર્કદાર દલીલ કરી ચુક્યા છે કે, તમામ આક્ષેપો ખોટા છે. તેમણે દાવો કર્યો હતો કે સ્ટોર્મીએ સમજુતીનો ભંગ કર્યો હતો. સમજુતીના ભંગ બદલ સ્ટોર્મીને બે કરોડ ડોલર અથવા તો આશરે ૧૩૦ કરોડ રૂપિયા ચુકવવાના રહેશે.

(9:54 pm IST)