મુખ્ય સમાચાર
News of Friday, 23rd March 2018

ફ્રાંસ - ટ્ર્બેસ : બંદુકધારીએ સુપરમાર્કેટ લીધી બાનમાં : ISIS સમર્થક હોવાની પોલીસની ધારણા : 1નું મોત : સમગ્ર વિસ્તારને ઘેરી લેતી સ્પેશીયલ પોલીસ ફોર્સ

પેરીસ : ફ્રાન્સની દક્ષિણમાં ટ્ર્બેસ શહેરની સુપરમાર્કેટમાં એક બંદુકધારીએ ઓછામાં ઓછા એક વ્યક્તિને બાનમાં લીધો છે.
સ્પેશીયલ પોલીસ ફોર્સ સુપર-યુ-શોપ માર્કેટ પાસે ઘસી આવ્યા છે અને અહેવાલો છે કે ઓછામાં ઓછા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.
આ અગાઉ, આ સ્થળથી ૧૫ મીનીટનાં અંતરે, સહકર્મિયો સાથે જોગીંગ કરી રહેલ એક પોલીસકર્મીને ગોળી મરાઈ હતી, પરંતુ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત નહોતો થયો. આ બન્ને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે કેમ તે હજુ અસ્પષ્ટ છે.
નજરેજોનાર એક સાહેદ દ્વારા જણાવાયું છે કે ગનમેન ઇસ્લામિક રાજ્ય જૂથ ISIS સાથે જોડાયેલો હોવાનો દાવો કરી રહ્યો હતો.
ફ્રાંસના વડા પ્રધાન એડૌર્ડ ફિલીપે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખુબજ "ગંભીર" છે.
પ્રાદેશિક પોલીસ વડાએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ માની રહ્યા છે કે એક વ્યક્તિ સુપરમાર્કેટની અંદર માર્યો ગયો છે પરંતુ હજુ સુધી આ વાતની ખાતરી કરી શકાઈ નથી. બીજા સુત્રો 2 લોકોના મોત થયાનું પણ જણાવી રહ્યા છે.
સેંકડો પોલીસ અધિકારીઓને આ વિસ્તારમાં તૈનાત કરી દેવાયા છે, અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
ફ્રાન્સ પર ઘણાં ઘાતક જેહાદી હુમલાઓ કરવામાં આવ્યા છે અને એટલેજ 2015થી ફ્રાંસ હાઇ એલર્ટ પર છે. નવેમ્બર 2015 માં પેરિસમાં થયેલા હુમલામાં 130 લોકોની હત્યા કરવામાં આવી ત્યારે કટોકટી ઘોષીત કરવામાં આવી હતી, જે ઓકટોબરમાં હટાવાય હતી.

(5:48 pm IST)