મુખ્ય સમાચાર
News of Friday, 23rd March 2018

ટીપુ સુલ્તાન સાંપ્રદાયીક સદ્ભાવનું પ્રતીકઃ રાહુલ

કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે તેઓ ટીપુના કામથી પ્રભાવીત છે તેઓએ સંકટ સમયે મંદિરની મદદ કરી'તી

શ્રુંગેરી, તા. ૨૩ :. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા આરોપ-પ્રતિઆરોપનો દોર ચાલુ છે ત્યારે શ્રુંગેરી શરદમ્બા પીઠની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રમુખે એક સવાલ જવાબ દરમ્યાન જણાવ્યુ હતુ કે, તેઓ ટીપુ સુલ્તાનના કામથી પ્રભાવીત છે. મુસ્લિમ નેતા સાંપ્રદાયીક સદ્ભાવનું પ્રતિક છે. સંકટની ઘડીએ ટીપુએ મંદિરની મદદ કરી હતી.

વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી કર્ણાટક રાજ્ય વ્યાપી મંદિરયાત્રા દરમ્યાન હિન્દુ મઠ સાથે ટીપુના જોડાણને લઈને પૂછાયેલા પ્રશ્નમાં જણાવ્યુ હતુ કે કર્ણાટકને સાંપ્રદાયીક સદ્ભાવનાનું ઉદાહરણ બનાવવાના કારણની પ્રશંસા કરી હતી. ટીપુને સાંપ્રદાયીક બતાવ્યા હતા.

મંદિરના દર્શન કરવા સમયે રાહુલ ગાંધી સાથે કર્ણાટકના પ્રવકતા તથા મઠના અધિકારીઓ હાજર હતા.

રાહુલ ગાંધીએ સદ્વિદ્યા સંજીવની સંસ્કૃત મહાપાઠશાળાના છાત્રો સાથે વાતચીત કરી હતી અને પ્રાચીન ભાષાના પ્રચાર-પ્રસાર કરવાની ખાત્રી આપી હતી.

વાતચીત બાદ એક છાત્રએ જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ અમને આશ્વાસન આપ્યુ હતુ કે તે રાજ્ય અને કેન્દ્ર સરકાર વતી સંસ્કૃત અને મનુસ્મૃતિઓને આગળ ધપાવવા તમામ મદદ   કરશે   અને એક વિશેષ પેકેજ આપવાનો પણ વાયદો કર્યો હતો.(૨-૫)

(11:54 am IST)