મુખ્ય સમાચાર
News of Friday, 23rd March 2018

યુ.એસ.ની મટીરીઅલ્‍સ રિસર્ચ સોસાયટીના ૨૦૧૮ની સાલના ફેલોમાં સ્‍થાન મેળવતા ૩ ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ મટીરીઅલ્‍સ રીસર્ચ ક્ષેત્રે વિશ્વને ઉપયોગી તેવા સંશોધનો માટે સુશ્રી સુસ્‍મિતા બોઝ, શ્રી રાજેશ નાયક તથા શ્રી ગણપતિ રામનાથની પસંદગી

વોશીંગ્‍ટનઃ યુ.એસ.ની મટીરીઅલ્‍સ રિસર્ચ સોસાયટીએ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરેલા ફેલોમાં ૩ ઇન્‍ડિયન અમેરિકનએ સ્‍થાન મેળવ્‍યું છે.

મટીરીયલ્‍સ રિસર્ચ ક્ષેત્રે વિશ્વને મહત્‍વનું પ્રદાન આપતા સંશોધન બદલ પસંદ કરાયેલા ૩ ઇન્‍ડિયન અમેરિકન ફેલોમાં સુશ્રી સુસ્‍મિતા બોઝ, શ્રી રાજેશ નાયક, તથા શ્રી ગણપતિ રામનાથનો સમાવેશ થાય છે.

વોશીંગ્‍ટન સ્‍ટેટ યુનિવર્સિટીના સુશ્રી બોઝને થ્રી ડી પ્રિન્‍ટીંગના માધ્‍યમથી મટીરીયલ એજ્‍યુકેશન માટે, જયારે એરફોર્સ રિસર્ચ લેબોરેટરીના શ્રી નાયકને ડીફેન્‍સ ડીપાર્ટમેન્‍ટમાં સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી ઓફ બાયોલોજીકલ મટીરીઅલ્‍સ માટે, તથા પોલિટેકનિક ઇન્‍સ્‍ટીટયુટના શ્રી રામનાથને નેનો મટીરીઅલ્‍સ ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બદલ ફેલો તરીકે પસંદ કરાયા છે.

(9:46 pm IST)