મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

વોન્ટેડ આરોપી લખવા સિધાના પંજાબમાં ખેડૂત મહાપંચાયતના મંચ પર પહોંચ્યો

ટ્રેક્ટર રેલીમાં હિંસાના આરોપી પર એક લાખનું ઈનામ : લખવા સિધાના પોલીસની પકડની બહાર છે, હવે જાહેરમાં મંચ પર તેણે હાજરી આપીને દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો

નવી દિલ્હી, તા. ૨૩ : નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ ટ્રેકટર રેલી દરમિયાન હિંસા થઈ હતી.જેમાં આંદોલનકારીઓએ લાલ કિલ્લા પર પણ પોતાનો ધ્વજ ફરકાવી દીધો હતો.

આ મામલામાં વોન્ટેડ આરોપી લખવા સિધાનાને પોલીસ શોધી રહી છે અને તેના પર એક લાખ રુપિયાનુ ઈનામ જાહેર કરાયુ છે ત્યારે પંજાબમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન લખવા મંચ પર પહોંચી ગયો હતો.

મહાપંચાયત જ્યાં યોજાઈ રહી છે તે સ્થળે મોટી સંખ્યામાં પોલીસની પણ હાજરી છે.લાલ કિલ્લાના કેસમાં આજે પોલીસે બીજા બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાના કેસમાં સૂત્રધાર દિપ સિધ્ધુને પોલીસ પકડી ચુકી છે.જોકે લખવા સિધાના હજી પોલીસની પકડની બહાર છે પણ હવે જાહેરમાં મંચ પર તેણે હાજરી આપીને દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો છે. આ પહેલા પણ લખવા નિવેદન આપી ચુક્યો છે કે, પોલીસની તાકાત હોય તો મારી ધરપકડ કરી બતાવે.

(9:37 pm IST)