મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

મંદી પછી સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય વધારો જોવા મળ્યો

વૈશ્વિક બજારોના પ્રોત્સાહક સંકેતો વચ્ચે અફરા-તફડી : ઓએનજીસીમાં ૬ ટકાનો ઉછાળો, સ્ટેટ બેંક, ઈન્ડસઇન્ડ બેન્ક, એલએન્ડટી, અલ્ટ્રાટેક, એનટીપીસીના શેર વધ્યા

મુંબઈ, તા. ૨૩ : વૈશ્વિક બજારોના પ્રોત્સાહક સંકેતો વચ્ચે સ્થાનિક બજારમાં ભારે વધઘટ પર સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે નજીવી ઊંચાઈ પર બંધ રહ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન ૬૭૬.૪૬ પોઇન્ટની રેન્જમાં વધઘટ પછી બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) નો સેન્સેટીવ ઈન્ડેક્સ સેન્સેક્સ .૦૯ પોઇન્ટ એટલે કે .૦૧ ટકા વધીને ૪૯,૭૫૧.૪૧ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

રીતે, મોટા દાયરામાં ફર્યા બાદ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો નિફ્ટી ઈન્ડેક્સ પણ ૩૨.૧૦ પોઇન્ટ એટલે કે .૨૨ ટકા વધીને ૧૪,૭૦૭.૮૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ શેરોમાં, ઓએનજીસી શેરમાં ટકાની આસપાસનો સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. સાથે ઈન્ડસઇન્ડ બેક્ન, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટલ, સ્ટેટ બેંક અને એનટીપીસીના શેર પણ વધ્યા હતા. તેનાથી વિપરીત, કોટક બેંક, મારુતિ, બજાજ ઓટો, એચડીએફસી બેંક અને એચસીએલ ટેકના શેરના ભાવ ઘટ્યા હતા.

રિલાયન્સ સિક્યોરિટીઝના વ્યૂહાત્મક વડા વિનોદ મોદીએ જણાવ્યું હતું કે કારોબાર દરમિયાન શેરમાં ભારે વધઘટ જોવા મળી હતી. સમયગાળા દરમિયાન, ધાતુઓ અને રિયલ્ટી જૂથના સૂચકાંકમાં સારી વૃદ્ધિ નોંધાઈ છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી બોન્ડ યીલ્ડ અને ગ્રાહક ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે શેરમાં રોકાણકારોની ભાવના પ્રભાવિત થઈ છે. જો કે, અર્થતંત્ર અને બજારની આંતરિક તાકાત અકબંધ છે.

અન્ય એશિયન બજારોમાં, શાંઘાઇ અને સિઓલ બજારો ગિરાવટ સાથે બંધ રહ્યા હતા, જ્યારે હોંગકોંગમાં વૃધ્ધિ જોવા મળી હતી. તે સમયે, યુરોપના બજારોમાં કારોબારના પ્રારંભિક તબક્કામાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. દરમિયાન, વૈશ્વિક ક્રૂડ ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ .૮૧ ટકા વધીને ૬૪.૮૮ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.

(7:37 pm IST)