મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

ગુજરાતના છ મહાનગર પાલિકામાં પાર્ટીની જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો

નરેન્દ્રભાઈ મોદીના કામ પર જનતાને અતૂટ વિશ્વાસ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પાર્ટી અધ્યક્ષ પાટીલને પણ અભિનંદન આપ્યા

નવી દિલ્હી : ગુજરાતના છ મહાનગર પાલિકામાં પાર્ટીની જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. નડ્ડાએ કહ્યુ કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના કામ પર જનતાને અતૂટ વિશ્વાસ છે. તેમણે આ જીત માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને પાર્ટી અધ્યક્ષ પાટીલને પણ અભિનંદન આપ્યા હતા.

(7:30 pm IST)