મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

દિલ્હી કોર્ટે દિશા રવીના જામીન મંજુર કર્યા : વ્હોટ્સ એપ ગ્રુપ બનાવવું કે હાનિરહિત ટૂલકિટનો ઉપયોગ કરવો ગુનો નથી : દિશા રવિએ અલગતાવાદી વિચારોનું સમર્થન કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી

ન્યુદિલ્હી : દિલ્હી કોર્ટે એન્વાયર એક્ટિવિસ્ટ 22 વર્ષીય દિશા રવીના જામીન મંજુર કર્યા છે. તેણે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનું કવરેજ ટૂલકિટના માધ્યમ દ્વારા એડવોકેટ નિકિતા જેકોબ તથા શાંતનુ મલિક સાથે શેર કર્યું હતું.

દિલ્હી પોલીસે તેના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા તેના અનુસંધાને નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ આપી ચુકાદો અનામત રાખ્યો હતો.જે ચુકાદો આજરોજ આપતા નામદાર કોર્ટે જણાવ્યું હતું કે  દિશા રવિએ અલગતાવાદી વિચારોનું સમર્થન કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું  નથી. વ્હોટ્સ એપ ગ્રુપ બનાવવું કે હાનિરહિત ટૂલકિટનો ઉપયોગ કરવો ગુનો નથી. સાથોસાથ દિશા ગુનાખોરીનો કોઈ ઇતિહાસ પણ ધરાવતી નથી.

દિશાના એડવોકેટે જણાવ્યું હતું કે તેની અસીલ ખાલીસ્તાની મુમેન્ટ સાથે જોડાયેલી નથી.

નામદાર  કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ સાથેના 2 જામીનો આપવાની શરતે દિશાના જામીન મંજુર કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:20 pm IST)