મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

ટૂલકિટ એફઆઈઆર મામલે શાંતનુ મલિકે દિલ્હી કોર્ટના દ્વાર ખખડાવ્યા : ખેડૂત આંદોલન મામલે દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરતા આગોતરા જામીન માંગ્યા : આવતીકાલ 24 ફેબ્રુઆરીના રોજ સુનાવણી

ન્યુદિલ્હી : ખેડૂત આંદોલન મામલે દિલ્હી પોલીસે શાંતનુ મલિક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરતા તેણે  દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.તથા આગોતરા જામીન માટે માંગણી કરી છે.જેની સુનાવણી આવતીકાલ 24 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

17 ફેબ્રુઆરીએ બોમ્બે હાઈકોર્ટ દ્વારા દસ દિવસની મુદત માટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન મળ્યા બાદ શાંતનુ પહેલાથી જ તપાસમાં જોડાયો હતો.

એફઆઇઆરમાં દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આ ટૂલકીટ ખાલિસ્તાની જૂથો દ્વારા ભારતને બદનામ કરવા અને હિંસા ભડકાવવાના ષડયંત્ર માટે બનાવવામાં આવી હતી.

એફઆઈઆરમાં સહ આરોપીઓ તરીકે  22 વર્ષીય એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ દિશા રવિ અને એડવોકેટ નિકિતા જેકબ શામેલ છે.

મુલુક XR India  ના ફાઉન્ડર માંહેનો એક છે.આ ઓર્ગેનાઇઝેશન પર્યાવરણને લગતી કામગીરી કરે છે. તેમજ શાંતિપૂર્ણ આંદોલનને દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

બોમ્બે હાઈકોર્ટ સમક્ષ મુલુકે રજુઆત કરી હતી કે  તે અને તેના સાથીઓ નિર્દોષ છે અને ખેડૂતના વિરોધને ધ્યાનમાં રાખીને તેના ઈરાદાઓ શુદ્ધ  છે.
તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:14 pm IST)