મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

સોલર અને ટ્રાન્સમીશન ક્ષેત્રે એલ એન્ડ ટી નો દબદબો

દેશ વિદેશમાંથી મળી રહ્યા છે ઓર્ડરો

નવી દિલ્હી, તા. ર૩ : એન્જીનીયરીંગ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રેની અગ્રણી લાર્સન એન્ડ ટુબો (એલ એન્ડ ટી) એ સોમવારે કહ્યું હતું કે તેણે પાવર ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે દેશ અને વિદેશમાં ઘણા ઓર્ડરો મેળવ્યા છે. કંપનીએ જો કે કોન્ટ્રાકટની રકમનો ચોક્કસ આંકડો નહોતો જાહેર કર્યો પણ મોટા કોન્ટ્રાકટના સ્પેશીફીકેશનોના અંદાજથી તે આંકડો રપ૦૦ કરોડથી પ૦૦૦ કરોડનો હોઇ શકે છે.

એલ એન્ડ ટી ના પાવર ટ્રાન્સમીશન એન્ડ ડીસ્ટ્રીબ્યુશન (પીટી એન્ડ ડી) વિભાગે ગુજરાતમાં ૪૦૦ મેગાવોટરના સોલાર ફોટો વોલ્ટેઇક પ્રોજેકટ સ્થાપવા માટેના એન્જીનયરીંગ, પ્રોડયોમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઇપીસી) ના બે ઓર્ડરો મેળવ્યા હોવાનું કંપનીના એક સ્ટેટમેન્ટમાં જણાવાયું છે. એલ એન્ડ ટી રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઇપીસીની અગ્રણી કંપની છે. જેણે વિશ્વમાં કેટલાક સૌથી મોટા સોલર પ્લાન્ટોમાંના કેટલાક પ્લાન્ટો સ્થાપ્યા છે.

કંપનીએ કહ્યું હતું કે તેને રાજસ્થાન ખાતે ૭૬પ કેવી ડબલ સર્કીટ ટ્રાન્સમીશન લાઇનનો ઓર્ડર તેમજ પશ્ચિમ બંગાળમાં હાઇવોલ્ટેજ ડીસ્ટ્રીબ્યુશન રર૦ કેવી અને ૧૩ર કેવી લાઇન નિર્માણ માટે રાજયનીલ ટ્રાન્સમીશન ઓથોરીટીનો પણ ઓર્ડર મળ્યો છે.

કંપનીને તામિલનાડુમાં ૪૦૦ કરેવી સબ સ્ટેશન બનાવવાનો ઓર્ડર મળ્યો છે. તો કતારમાં દેશના નેટવર્કમાં પહેલીવાર કરન્ટ લીમીટીંગ ટી માધવ દાસે કહ્યું કે આ ઓર્ડરો સાબિત કરે છે કે એલ એન્ડ ટી આ ક્ષેત્રની એક આધારભૂત કંપની છે. જે વૈશ્વિક ધોરણે આ ક્ષેત્રના પ્રોજેકટો ઝડપી અને વિશ્વસનીય રીતે પુરા કરે છે.

(4:01 pm IST)