મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

સાંસદો - ધારાસભ્યો - નોકરશાહોને પોર્ન દેખાડી બ્લેકમેલ કરતી ગેંગ પકડાઇ

રાજસ્થાન - હરિયાણા - યુપીમાંથી ૩ લોકોની ધરપકડઃ સોશ્યલ મિડીયા દ્વારા શિકાર બનાવતા

મુંબઇઃ મુંબઇ પોલીસે એક એવી ગેંગનો ખુલાસો કર્યો છે જે સાંસદો, ધારાસભ્યો અને નોકરશાહોને મહિલાઓને ફેક પ્રોફાઇલ અને પોર્ન દેખાડી જાળમાં ફસાવતા હતા. ગેંગના ત્રણ લોકોને રાજસ્થાન, હરિયાણા અને યુપીથી પકડયા છે.એક રીપોર્ટ આરોપી કોઇ મોટા માણસને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતા હતા. થોડા દિવસની ચેટ બાદ વીકેન્ડમાં વિડીયો કોલ કરાતો હતો. જેની શરૂઆત પોર્નથી થતી હતી. આરોપીઓ એપ દ્વારા તેના ચહેરાના હાવ-ભાવ રેકોર્ડ કરતા. બાદમાં વિડીયો એડીટ કરી બ્લેકમેલ કરવામાં આવતા. શરૂમાં નાની રકમ માંગવામાં આવતી ત્યારબાદ રકમ મોટી કરાતી.તપાસમાં જાણવા મળ્યા મુજબ ગેંગના મોટા લોકોને જાળમાં ફસાવવા માટે ૧૭૧ ફેક ફેસબુક પ્રોફાઇલ અને ૪ ટેલીગ્રામ ચેનલ્સનો ઉપયોગ કરાતો. પોલીસે ૫૮ એકાઉન્ટસ સીલ કર્યા છે. આરોપીઓ વસુલાત માટે ૫૪ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતા.

(2:43 pm IST)