મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

સોનમ વાંગચુકની કમાલ : - 20 ડિગ્રી સે.માં પણ ટેન્ટનું તાપમાન રહેશે ગરમ

સેનાના જવાનો માટે ખાસ પ્રકારના ટેન્ટ તૈયાર કર્યા

લદ્દાખની ગલવાન વેલીમાંથી એક ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે. સેનાના જવાનોને ભવિષ્યમાં ઠંડીથી કોઈ મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે સોનમ વાંગચુકે ખાસ પ્રકારના મિલિટ્રી ટેન્ટ તૈયાર કર્યાં છે. વાંગચુકે સેનાના જવાનો માટે એવા ટેન્ટ બનાવ્યા છે જેનું તાપમાન હંમેશા 15થી 20 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહેશે. બહાર ભલે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ ઠંડી હોય પણ ટેન્ટમાં તાપમાન 15થી 20 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે

12 હજાર ફૂટ કરતા પણ વધારે ઉંચાઈએ આવેલી ગાલવાન વેલી એ જ જગ્યા છે જ્યાં જૂન મહિનામાં ભારત અને ચીનના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ લદ્દાખનો એવો વિસ્તાર છે જ્યાં શિયાળામાં પારો લોહી જામી જાય એ હદે નીચો ઉતરે છે. પરંતુ દેશની સુરક્ષા માટે ભારતીય સેનાના જવાનો આવી વિપરિત પરિસ્થિતિમાં પણ ત્યાં દિવસ-રાત તૈનાત રહે છે

સોનમે જણાવ્યું કે રાતના 10 વાગે જ્યારે બહારનું તાપમાન માઇનસ 14 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યારે ટેન્ટની અંદરનું તાપમાન 15 ડિગ્રી હતુ.. મતલબ કે ટેન્ટની બહારના તાપમાન કરતા ટેન્ટની અંદરનું તાપમાન 29 ડિગ્રી વધારે હતુ. ભારતીય સેનાના જવાનોને આ ટેન્ટની અંદર લદ્દાખની ઠંડી રાતો ગુજારવામાં ખૂબ સરળતા રહેશે. આ સોલાર હીટેડ મિલિટ્રી ટેન્ટની ખાસીયત એ છે કે તે સૌરઉર્જાની મદદથી કામ કરે છે

(12:41 am IST)