મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

ખોટના ખાડામાં ચાલતી જેટ એરવેઝને મળ્યા નવા માલીક : બોલીને કંસોર્ટિયમએ જીતી :ફરીથી વિમાનો ભરશે ઉડાન

શરૂઆતમાં જેટ એરવેજ લગભગ 25 વિમાનો સાથે ઉડાન શરૂ કરાશે

નવી દિલ્હી : ખોટના ખાડામાં ચાલી રહેલી જેટ એરવેજને 2019નાં બંધ કરી દેવામાં આવી હતી.દેશની સૌથી જૂની પ્રાઈવેટ એરલાઈન જેટ એરવેજ ફરી આકાશમાં ઉડવા માટે તૈયાર છે આ કંપનીને નવો માલિક મળી ગયો છે. આશા છે કે જરૂરી મંજૂરી મળ્યા બાદ 4થી 6 મહિનામાં જેટ એરવેજના વિમાનો ફરી ઉડાન ભરશે. ખોટમાં ચાલી રહેલી જેટ એરવેજને લગાવમાં આવેલી બોલીને જાલાન કંસોર્ટિયમએ જીતી લીધી છે. કંસોર્ટિયમ હવે નેશનલ કંપની લોથી રિજોલ્યૂશન પ્લાનની મંજૂરી મળ્યા બાદ ફરી જેટ એરવેજના વિમાન ફરી ઉડાન ભરશે.

કંસોર્ટિયમે કહ્યું છે કે, શરૂઆતમાં જેટ એરવેજ લગભગ 25 વિમાનો સાથે ઉડાન શરૂ કરશે.

જાલાનના એખ અધિકારીએ કહ્યું કે NCLT ના નિર્ણય બાદ અમે 4થી 6 મહિનાની અંદર વિમાની સેવા શરૂ કરીશું. કંપની ભારતીય વિમાનનને લઈને બહુ પોઝિટિવ છે અને સારા ભવિષ્યની આશા રાખી રહી છે. NCLT તરફથી મંજૂરી મળ્યા બાદ રિજોલ્યૂશન પ્લાનને સિવિલ  એવિએશન મંત્રાલય પાસે મોકલવામાં આવશે. ત્યાર બાદ તેમને સિવિલ એવિએશન ડાયરેક્ટરેટ (DGCA)ની પાસે મોકલવામાં આવશે

ભારે નુકશાન અને દેવાના કારણે જેટ એરવેજ એપ્રીલ 2019માં બંધ થઈ ગઈ હતી. તે સમયે કંપનીના પ્રમોટર નરેશ ગોયલને 500 કરોડ રૂપિયાની જરૂર હતી પરંતુ તે પૈસા ભેગા ન કરી શક્યા. પરિસ્થિતિ એવી આવી ગઈ કે સેલેરી અને અન્ય ખર્ચા પણ નહોતા નિકળી શકતા. જેટ એરવેજ બંધ થયા બાદ અંદાજે 17 હજાર કર્મચારીઓ રસ્તા પર આવી ગયા હતા. ત્યાર બાદ જેટ એરવેજને લોન આપનાર બેન્કોના કંસોર્ટિયમે નરેશ ગોયલને કંપનનીના બોર્ડમાંથઈ હટાવી દીધા હતા

(12:00 am IST)