મુખ્ય સમાચાર
News of Sunday, 23rd February 2020

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાએ મોદી સાથેના ફોટો કર્યા ટ્વીટ : કહ્યું-- મોદીને મળવું સન્માનની વાત

ઇવાન્કાએ કહ્યું હૈદરાબાદમાં વડાપ્રધાન મોદીને મળ્યાં પછી ફરીથી તેમને મળવા ભારત આવું છું,

અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મલેનિયા, પુત્રી ઇવાન્કા અને ટ્રમ્પના જમાઇ ભારત આવવા નીકળી ગયા છે, અમદાવાદમાં તેમનો ભવ્ય કાર્યક્રમ છે, તે પહેલા ઇવાન્કા ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથેના તેમના જૂના ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યા છે, તેમને લખ્યું છે કે હૈદરાબાદમાં વડાપ્રધાન મોદીને મળ્યાં પછી ફરીથી તેમને મળવા ભારત આવું છું, જે મારા માટે સન્માનની વાત છે. કહ્યું કે વિશ્વની બે લોકશાહી વચ્ચેની ભવ્ય મિત્રતા ક્યારેય આટલી મજબૂત ન હતી.

 વર્ષ 2017માં હૈદરાબાદમાં પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાને મળ્યાં હતા. ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટમાં તેમની વચ્ચે મુલાકાત થઇ હતી મોદી અને ટ્રમ્પના ભવ્ય રોડ શોમાં હજારો લોકો આવશે અને 22 કિ.મી લાંબા આ રોડ શોમાં સુરક્ષાનો સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

(9:55 pm IST)