મુખ્ય સમાચાર
News of Sunday, 23rd February 2020

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

ભારતી એરટેલની મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો : બજાજ, ઇન્ફોસીસ, કોટકની માર્કેટ મૂડીમાં થયેલો વધારો

મુંબઈ, તા. ૨૩ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૨૯૪૮૭ કરોડ રૂપિયાનો સંયુક્તરીતે ઘટાડો થયો હતો. ભારતી એરટેલની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધુ ઘટાડો થયો હતો. ગુરુવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ટીસીએસ, એચડીએફસી, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી બેંક અને રિલાયન્સની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. જ્યારે ઇન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. ભારતી એરટેલની માર્કેટ મૂડી ૧૦૬૯૨.૯ કરોડ રૂપિયા ઘટીને ૨૯૭૬૦૦.૬૫ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મૂડી ૧૦૩૧૯.૦૬ કરોડ રૂપિયા ઘટીને ૮૦૯૧૨૬.૭૧ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી પણ નોંધપાત્રરીતે ઘટી ગઈ છે. બીજી બાજુ ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૪૪૭૧.૫૯ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૩૩૯૨૮૭.૬૧ કરોડ રૂપિયા થઇ છે. બજાજ ફાઈનાન્સની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન વધારો થયો છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ટોપ ઉપર અકબંધ છે. ઇન્ફોસીસ પણ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટોપટેનમાં સામેલ છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૮૭ પોઇન્ટનો ઘટાડો થયો હતો. શુક્રવારના દિવસે મહાશિવરાત્રિના અવસર પર બજારો બંધ રહ્યા હતા. હવે આવતીકાલથી શરૂ થતાં નવા સત્રમાં તમામ કંપનીઓમાં માર્કેટ મૂડીને વધારવાને લઇને જોરદાર સ્પર્ધા રહી શકે છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૨૩ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ઘટાડો થયો છે. ભારતી એરટેલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.  આ ઉપરાંત આરઆઈએલ, ટીસીએસની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી હાલમાં સતત ઘટી રહી છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન માર્કેટ મૂડીમાં ઘટાડો નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ભારતી એરટેલ

૧૦૬૯૨.૯

૨૯૭૬૦૦.૬૫

ટીસીએસ

૧૦૩૧૯.૦૬

૮૦૯૧૨૬.૭૧

એચડીએફસી

૫૧૬૨.૭૫

૪૧૦૦૬૨.૮૯

એચયુએલ

૧૫૧૫.૩૭

૪૮૬૬૧૭.૨૮

એચડીએફસી બેંક

૧૦૬૮.૩૪

૬૬૬૯૧૪.૪

આરઆઈએલ

૭૨૯.૦૧

૯૪૧૬૯૩.૫૭

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૨૩ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમા વધારો થયો છે.  છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ઇન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. વૈશ્વિક ઘટનાક્રમની અસર તેના પર રહી છે. માર્કેટ મૂડી નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

ઇન્ફોસીસ

૪૪૭૧.૫૯

૩૩૯૨૮૭.૬૧

બજાજ ફાઈનાન્સ

૫૮૬૩.૪૬

૨૯૩૬૬૬.૩૮

કોટક મહિન્દ્રા

૯૫૬.૧૪

૩૨૨૫૪૨.૯૪

આઈસીઆઈસીઆઈ

૫૪૧.૭૮

૩૫૩૭૬૬.૯૬

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:05 pm IST)