મુખ્ય સમાચાર
News of Sunday, 23rd February 2020

તાલીમનાડુના નામચીન ચંદનચોર વિરપ્પનની પુત્રી ભાજપમાં સામેલ થતા રાજકારણમાં ચર્ચાતો મુદ્દો : પુત્રી વિદ્યારાની ગરીબો માટે કામ કરવાની ઇચ્‍છા

ચેન્નઇ, : એક સમયે તામિલનાડુમાં પોતાની ક્રુરતાના કારણે કુખ્યાત બનેલા ચંદન ચોર વિરપ્પનના કિસ્સા આજે પણ ચર્ચાતા હોય છે.

આ વિરપ્પનની પુત્રી વિદ્યારાની વ્યવસાયે વકીલ છે અને શનિવારે તે ભાજપમાં જોડાઈ ગયા હતા. રાષ્ટ્રિય મહાસિચવ મુરલીધર રાવની હાજરીમાં તેણે ભાજપ જોઈન કર્યુ હતુ.

ચંદન ચોર વિરપ્પન માટે એવુ પણ કહેવાય છે કે તે હાથીઓનો પણ શિકાર કરતો હતો. એક પોલીસ અધિકારી પી શ્રીનિવાસનુ માથુ કાપીને તેનાથી તે પોતાના સાગરિતો સાથે ફૂટબોલ રમ્યો હતો.

તેની પુત્રી વિદ્યારાની સાથે હજારો સમર્થકો પણ ભાજપમાં સામેલ થયા છે. શનિવારે આ માટે એક કાર્યક્રમ પણ યોજાયો હતો. વિદ્યારાનીએ કહ્યુ હતુ કે, હું જરુરિયાતમંદો માટે કામ કરીશ. મારા પિતાનો રસ્તો ખોટો હતો પણ તેમણે હંમેશા ગરીબો માટે કામ કર્યુ હતુ.

(1:41 pm IST)