મુખ્ય સમાચાર
News of Sunday, 23rd February 2020

કઠુઆમાં ઊંડી ખીણમાં કાર ખાબકતા 9 લોકોના મોત : પાંચ ઘાયલ : મલ્હાર વિસ્તારમાં દુર્ઘટના

કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા 300 ફૂટ ઊંડી ખીણમાં પડી : રાહત-બચાવ કામગીરી ચાલુ

(સુરેશ એસ દુગ્ગર દ્વારા )જમ્મુ :જમ્મુ, 22 ફેબ્રુઆરી. જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લાના મલ્હાર વિસ્તારમાં એક કાર ઊંડી ખીણમાં પડી જતા દુર્ઘટના સર્જાઈ છે  કાર અકસ્માતમાં 9 લોકોનાં મોત નિપજ્યા છે જયારે પાંચ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટના મલાર ગામમાં સાંજના 5.વાગ્યે બની હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ગાડી 300 ફૂટ ઊંડી  ખાઈમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ચાર અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે

 સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ કાર અચાનક અનિયંત્રિત થઈ ખાઈમાં પડી ગઈ. ગ્રામજનોની મદદથી પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હજી સુધી મૃતકોની ઓળખ થઈ નથી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. હાલમાં તેઓ મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે.

(10:47 pm IST)