મુખ્ય સમાચાર
News of Friday, 23rd February 2018

દોઢ મહિનાથી એક જ જગ્યાએ નાગ દેખાતો હોવાથી હવે લોકો ત્યાં પૂજા કરવા લાગ્યા

નવી દિલ્હી તા. ર૩: દિલ્હીના સીમાડા પાસેના રેવલા ખાનપુર નામના ગામમાં અંધશ્રધ્ધાનો જબરો નજારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નાગ દેખાય તો લોકો દૂરથી નમસ્કમાર કરીને ભાગે. જો કે આ ગામમાં રોજ એક જગ્યાએ નાગ જોવા મળે છે. છેલ્લા દોઢ મહિનાથી લગાતાર આવું થતું હોવાથી લોકોએ હવે જે જગ્યાએ નાગ બેસતો હોય છે ત્યાં દીવાબત્તી કરીને અને ફૂલો ચડાવીને પૂજા કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ્સા દિવસોથી સતત આવું થતું હોવાથી લોકો એને ચમત્કાર માનવા લાગ્યા છે અને ત્યાં નાગદેવતાનું મંદિર પણ બનાવશે.

પહેલાં લોકોએ નાગને લાકડીથી ભગાવવાની કોશિશ કરેલી, પણ એ નિશ્ચિત પથ્થરની આજુબાજુમાં જ ફર્યા કરે છે. એ હવે લોકો માટે કૌતુકનો વિષય થઇ ગયો છે અને તેમણે એને અસાધારણ નાગ માનીને એની પૂજા કરવાનું શરૂ કરી દીધું છે.

(2:29 pm IST)