મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

નેતાજીનો ત્યાગ યુવાનો માટે સૌથી મોટી પ્રેરણા છે : પરાક્રમ દિવસ સમારોહમાં પીએમ મોદીનું સંબોધન

મમતા બેનર્જીએ દેશનાયક દિવસ ઉજવ્યો:9 કિમી લાંબો રોડ શો કર્યો

કોલકતા : વિક્ટોરિયા મેમોરિયલમાં પીએમ મોદીએ કહ્યું કે કોલકાતા આવીને ખૂબ ભાવુક અનુભવી રહ્યો છે. બાળપણથી નેતાજીનું નામ સાંભળ્યું છે અને હું કોઈ પણ પરિસ્થિતિમાં રહું, આ નામથી એક નવી ઉર્જા આવી જાય છે

પીએમ મોદીએ કહ્યું કે નેતાજીની 125મી જયંતી પર રાષ્ટ્ર તરફથી હું નમન કરું છું અને આજે સુભાષ નેતાજીને બનાવનાર બંગાળની આ પુણ્યભૂમિને પણ નમન કરું છું. મેં અનુભવ કર્યો છે કે જે કોઈ પણ આ નામ લે તેનામાં એક નવી ઉર્જા આવી જાય છે. તેમની ઉર્જા,  આદર્શ, તપસ્યા અને ત્યાં દેશના દરેક યુવાન માટે પ્રેરણા છે. 

પીએમ મોદીએ કહ્યું કે દેશે નક્કી કર્યું છે કે હવે દર વર્ષે અમે નેતાજીની જન્મ જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ. જ્યારે દેશ આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરવાનો છે ત્યારએ દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે અને નેતાજીનું જીવન ખૂબ મોટી પ્રેરણા છે. 

આ કાર્યક્રમમાં પણ મમતા બેનર્જીનું ગુસ્સો જોવા મળ્યો હતો જ્યાં તેમણે ભાષણ આપવાની ના પાડી દીધી હતી. નોંધનીય છે જે મમતા બેનર્જી જ્યારે મંચ પર ભાષણ આપવા પહોંચી તો નારાબાજી શરૂ કરી દેવામાં આવી હતી તેમણે કહ્યું કે કોઈનું અપમાન કરવું ઠીક નથી.

કાર્યક્રમમાં બાળકો અને બેન્ડ દ્વારા ખાસ પ્રસ્તુતિ આપવામાં આવી હતી જેમાં પીએમ મોદી પણ ઝૂમી ઉઠયા હતા

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી પર પશ્ચિમ બંગાળમાં ખાસ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે પીએમ મોદી કેન્દ્ર સરકારના પરાક્રમ દિવસના કાર્યક્રમમાં પહોંચ્યા છે. બીજી તરફ મમતા બેનર્જીએ આજે દેશનાયક દિવસ ઉજવ્યો છે ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું જેમાં મમતાએ 9 કિમી લાંબો રોડ શો કર્યો હતો.

(6:45 pm IST)