મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

લાલૂ યાદવની તબીયત વધારે બગડી, દિલ્હી AIIMSમાં ખસેડાશે

આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને સારી સારવાર માટે નવી દિલ્હીની એઇમ્સ ખાતે ખસેડવામાં આવશેઃ રિમ્સ મેડિકલ બોર્ડે બેઠક દરમિયાન આ નિણૅય કર્યો છે.

રાંચીઃ આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને વધુ સારી સારવાર માળી રહે તે માટે નવી દિલ્હીની AIIMS  ખાતે ખસેડવામાં આવશે. રિમ્સ (RIMS) મેડિકલ બોર્ડની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિમ્સ તરફથી આ મામલે હોટવાર જેલ (Ranchis Hotwar jail) અધિકારીને પણ સૂચના આપી છે. જેલ સંચાલકે આ વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવાર સાંજથી લાલૂ યાદવને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમનો ચહેરો સોજી ગયો છે. શુક્રવારે રાત્રે મુલાકાત બાદ તેજસ્વી યાદવે   કહ્યુ હતુ કે પિતા લાલૂ યાદવની તબીયત સારી નથી. ચહેરો સોજી ગયો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અમે લોકો ઇચ્છીએ છીએ કે તેમને વધારે સારી સારવાર માટે બહાર લઈ જવામાં આવે.

(3:40 pm IST)