મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

ગુગલે ઓસ્ટ્રેલીયામાંથી સર્ચ એન્જીન હટાવાની ધમકી આપી

ન્યુઝ કન્ટેટ બદલ પબ્લીશર્સને ચૂકવણીના કાયદાથી નારાજ થઇ

સીડની તા. ર૩: ઓસ્ટ્રેલીયા વિશ્વનો પહેલો દેશ બનશે જયાં ગુગલ અને ફેસબુકે ન્યુઝ કન્ટેટ બદલ પ્રકાશકને ચૂકવણી કરવી પડશે. ગુગલે આ કાયદાને લઇને નારાજગી વ્યકત કરવાની સાથે પોતાના સર્ચ એન્જીનને ઓસ્ટ્રેલીયાથી હટાવી દેવાની ચેતવણી આપી છે. ગુગલે જણાવેલ છે કે અમારી કેટલીક સેવાઓ ઓસ્ટ્રેલીયન યુઝરને નહીં અપાય.

ઓસ્ટ્રેલીયન વડાપ્રધાન મોરીસને જવાબમાં જણાવેલ કે કાયદો બનાવનાર આવી ધમકીઓ સામે નહીં ઝુકે અને જે કાયદો બનાવ્યો છે તેને અમારી સંસદે પસાર કર્યો છે.

(2:32 pm IST)