મુખ્ય સમાચાર
News of Thursday, 23rd January 2020

ગાઝિયાબાદનાં ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર વિમાનને ઇમર્જન્સી લેન્ડીંગ કરાવાયું

વિમાનમાં અચાનક ટેકનીકલ ખામી સર્જાતા ક્ષતિગ્રસ્ત: પાયલોટને સુરક્ષીત રીતે બહાર કાઢ્યો

 

નવી દિલ્હી : ગાઝિયાબાદનાં મસુરી થાણા ક્ષેત્રમાં ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ગુરૂવારનાં દિવસે એક વિમાનને ઇમર્જન્સી લેન્ડીંગ કરાવવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો

એવું જણાવવામાં આવી રહ્યું છે કે વિમાનમાં અચાનક ટેકનીકલ ખામી સર્જાતા ક્ષતિગ્રસ્ત થયુ હતું,ભારતીય હવાઇ દળનાં જવાનોએ રેસ્ક્યું કરીને પાયલોટને સુરક્ષીત રીતે બહાર કાઢ્યો હતો.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન ચાર્ટર્ડ પ્લેન છે, તેમાં ટેકનીકલ ખામી સર્જાતા ઇમર્જન્સિ લેન્ડીગ કરાવી પડી.

એક્સપ્રેસ વે પર સારી રીતે લેન્ડીંગ ન થવાનાં કારણે ચાર્ટર્ડ પ્લેનની ડાબી પાંખને નુકસાન થયું હતું, ભારતીય હવાઇ દળનાં જવાનોએ રેસ્ક્યું કરીને હેમખેમ બહાર કાઢ્યો

(12:57 am IST)