મુખ્ય સમાચાર
News of Thursday, 23rd January 2020

પાછું આવ્યું હોં !: દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાકિસ્તાન શબ્દની એન્ટ્રી !

8મી ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તા પર હિન્દુસ્તાન-પાકિસ્તાનનો મુકાબલો !!: ભાજપ ઉમેદવાર કપિલ મિશ્રાનું ટ્વીટ

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાનમાં પણ હવે પાકિસ્તાન શબ્દની એન્ટ્રી થઈ ચુકી છે આગામી આઠ ફેબ્રુઆરીએ થનારા મતદાન પહેલા ભાજપના ઉમેદવારે કહ્યુ છે કે આઠ ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તા પર હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે. દિલ્હીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

  બે વખત કેજરીવાલ સીએમ બની ચુક્યા છે. અને હવે જીતની હેટ્રિક બનાવવા માટે આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે આપમાંથી ભાજપમાં ગયેલા ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ ટ્વિટ કર્યુ કે આઠ ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તા પર હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આમ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાકિસ્તાન શબ્દની એન્ટ્રી થઈ છે.

   આ અગાઉ 2015 માં વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાન શબ્દ પણ અચાનક જ ચર્ચામાં આવી ગયો હતો.અમિતભાઈ  શાહે એક રેલીમાં જો બિહારમાં ભાજપ હારે છે તે પાકિસ્તાનમાં ફટાકડા ફોડીને ઉજવણી થશે તેવું નવેદન આપ્યુ હતુ. અને તે મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. ત્યારે હવે દિલ્હી વિધાનસભામાં પણ પાકિસ્તાન શબ્દની એન્ટ્રી થઈ છે

(1:28 pm IST)