મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd January 2018

ઉત્પાદનના સ્તરે જ પાનમસાલા જેવી આઇટમ્સ પર સેસ લાગુ કરવાનો વિચાર

કરચોરી અટકાવવા આ પગલુ ભરાશેઃ માર્ચમાં સંસદમાં સુધારો રજુ થશે

નવી દિલ્હી તા.ર૩ : પાનમસાલા જેવી પ્રોડકટસ પર ઉત્પાદનના સ્તરે સેસ લાદવાની વિચારણા જીએસટી કાઉન્સીલ કરી રહી હોવાનું જાણવા મળે છે. આમ કરવાનો ઉદેશ કરચોરી અટકાવવાનો છે. આ સેસ ઉત્પાદન ક્ષમતાને આધારે લાદવામાં આવશે. અત્યારે આ સેસ સપ્લાય-સ્ટેજ વખતે લગાડવામાં આવે છે.

પાનમસાલા જેવી આઇટમ સપ્લાય-સ્ટેજ પર મોટેભાગે કેશમાં અને નાના પેકેટમાં વેચાતી હોવાથી એને ટ્રેક કરવાનુ કઠીન બને છે. જેથી કાઉન્સીલ એના પર ઉત્પાદન વખતે જ સેસ લાદવા માંગે છે. આ દરખાસ્ત રાજયો સાથે મળી કાઉન્સીલ કલીયર કરે એ પછી એને સંસદમાં મંજુરી માટે માર્ચમાં રજુ કરવામાં આવશે. વર્તમાનમાં પાનમસાલા પર ર૮ ટકા જીએસટી છે અને ૬૦ ટકા સેસ છે. જયારે પાનમસાલામાં ગુટકા સામેલ હોય તો સેસ ર૦૪ ટકા લાગે છે. આમ ચોક્કસ માલો પર આ રીતે સેસ લાદવાની જોગવાઇ હવે પછી કાનૂનમાં સુધારા મારફત દાખલ કરવામાં આવે એવી શકયતા છે.કરચોરીને રોકવા માટે આ સેસ જરૂરી છે અને એ પણ ઉત્પાદનના સ્તરે એને લાગુ કરવો વધુ જરૂરી છે. ડિપાર્ટમેન્ટ આ બાબતને ધ્યાનમાં રાખી આ દિશામાં આગળ વધી રહ્યો છે.

(4:12 pm IST)