અફતાબે કોર્ટ સામે પોતાનો ગુનો કબુલ્યો :કહ્યુ કે આ બધું ગુસ્સામાં કર્યુ હતુ અને આ તેની ભૂલ છે
કોર્ટે દિલ્હી પોલીસની માંગ પર આફતાબના રિમાન્ડ ચાર દિવસ વધારી દીધા
નવી દિલ્હી :શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં આરોપી આફતાબ પૂનાવાલાને વીડિયો કોન્ફરન્સ દ્વારા સાકેત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યા આરોપીએ કોર્ટ સામે પોતાનો ગુનો સ્વીકાર કરતા કહ્યુ કે તેને આ બધુ ગુસ્સામાં કર્યુ હતુ અને આ તેની ભૂલ છે. આરોપી આફતાબ પૂનાવાલાએ કોર્ટ સામે કહ્યુ કે તે હવે તપાસમાં પોલીસની મદદ કરી રહ્યો છે.
આફતાબ પૂનાવાલાએ કોર્ટ સામે કહ્યુ કે તેને પોલીસને બધુ જણાવી દીધુ છે કે તેને આ બધુ કઇ યોજના હેઠળ કર્યુ હતુ. શ્રદ્ધાની લાશના ટુકડા ક્યા ફેક્યા હતા. આફતાબે કહ્યુ કે ઘટનાને ઘણો સમય વિતી ગયો છે અને તે બધુ ભૂલી ગયો છે. આફતાબે કહ્યુ કે જે પણ થયુ ભૂલથી થયુ અને હત્યા ગુસ્સામાં આવીને કરી દીધી હતી.
આફતાબ પૂનાવાલા સાથે પૂછપરછ સિવાય દિલ્હી પોલીસ અલગ અલગ રીતે તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે કોર્ટ પાસે આફતાબના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી. જે બાદ કોર્ટે દિલ્હી પોલીસની માંગ પર આફતાબના રિમાન્ડ ચાર દિવસ વધારી દીધા છે. પોલીસ હવે ફરી એક વખત આ કેસ માટે જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવશે જ્યા આફતાબે શબના ટુકડા ફેક્યા હતા.