લગ્ન માટેની ઘણી જ વિચિત્ર જાહેરાત
લો બોલો, આ માણસ લગ્ન માટેની જાહેરાતમાં સ્તન, કમર અને પગની સાઈઝ લખીને શોધી રહ્યો છે કન્યા
નવી દિલ્હી,તા. ૨૨: વૈવાહિક જાહેરાતો કેટલાક કિસ્સાઓમાં, વિવેકની સીમાઓ ઓળંગી શકે છે અને તમને વિચારતા કરી મૂકે છે કે, શું આ જાહેરાત જીવનસાથી માટે છે કે, ૧૫ વર્ષનો કિશોર ઇન્ટરનેટ પર ટાઇમપાસ કરી રહ્યો છે. આ લગ્ન માટેની જાહેરાતમાં પણ કંઈક આવું જ છે. Reddit દ્વારા સોશિયલ મીડિયામાં ફરતી થયેલી ÒBetterhalf.aiÓ પરની આ વૈવાહિક જાહેરાત કંઈક એવી છે. જે તમારા આખા દિવસને રમૂજ પૂરું પાડી શકે છે. આ જાહેરાત આપનાર વ્યકિતએ જાહેરાતની પ્રથમ ત્રણ લીટીઓમાં 'કન્ઝર્વેટિવ', 'લિબરલ,' 'પ્રો-લાઇફ'જેવા શબ્દોથી શરૂ કરીને પોતાની બેટરહાફની શોધમાં બ્રા અને ફીટ સાઈઝ તરફ આગળ વધ્યો છે.
વ્યકિત આગળ પૂછે છે કે, તેનો સાથી 'મેનીકયુર/પેડીકયોર કરતો હોવો જોઇએ અને એકદમ સ્વચ્છ હોવો જોઈએ. પ્રામાણિકપણે, તમારા જીવનસાથી પાસેથી સ્વચ્છતા સ્વીકારવી તે વિચિત્ર નથી, પરંતુ આ વ્યકિત જે પેટર્નથી તેની માંગણીઓ રજૂ કરી રહ્યો છે, તે પછીની જરૂરિયાત એકદમ વિચિત્ર છે અને અનુમાન કરો કે, તે શું હોય શકે! આગળની લાઇનમાં કહે છે, 'તમારો પોશાક ૮૦% કેઝયુઅલ અને ૨૦% ઔપચારિક હોવો જોઈએ, પરંતુ પથારીમાં કોસ્ચ્યુમ પહેરેલો હોવો જોઈએ.ે
કમરનું કદ, રાજકીય સ્પેકટ્રમ પરની સ્થિતિ અને 'પથારીમાં પોશાકે વસ્તુઓનો ઉલ્લેખ કર્યા પછી, તે ફરીથી તેની સેનિટી પર સ્વિચ કરે છે અને લખે છે, 'મૂવીઝ, રોડ ટ્રિપ્સ અને કૌટુંબિક વસ્તુઓમાં વિશ્વાસપાત્ર, પ્રામાણિક બનોે તે આગળ લખે છે.ે૧૮-૨૬ વર્ષની વયની વચ્ચેે Reddit પર શેર કરેલ સ્ક્રીનગ્રેબમાં, તેની અંગત વિગતોના કેટલાક સ્પેકસ પણ દૃશ્યમાન છે.
દેખીતી રીતે, આ જાહેરાત ટ્વિટરમા પણ લોકોના ધ્યાનમાં આવી હતી અને Twitterati દ્વારા કંપનીના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ, 'જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.'