મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

2જી ડિસેમ્બરે ઇતિહાસ રચાશે : ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાયલટ બનશે લેફ્ટિનેંટ શિવાંગી

તાલીમ પૂર્ણ કર્યા બાદ 2 ડિસેમ્બરે નૌકાદળમાં પોતાની કમાન સંભાળશે.

નવી દિલ્હી : ભારતીય નૌકા દળમાં સામેલ થનારી તે પ્રથમ મહિલા પાયલટ લેફ્ટિનેંટ શિવાંગી 2 ડિસેમ્બરે નવો ઈતિહાસ રચશે  તે ભારતીય નૌકાદળમાં સામેલ થનારી પહેલી મહિલા પાયલટ હશે. લેફ્ટિનેંટ શિવાંગી પોતાની તાલીમ પૂર્ણ કર્યા બાદ 2 ડિસેમ્બરે નૌકાદળમાં પોતાની કમાન સંભાળશે.

 શિવાંગી બિહારના મુઝફ્ફરપુરની છે અને તેણે DAV પબ્લિક સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. શિવાંગી ગ્રેજ્યુએટ થયા બાદ ભારતીય નૌસેનામાં સામેલ થનારી પ્રથમ મહિલા પાયલટ બનશે. ભારતીય નૌકા દળની એકેડમીમાં તેણીને 27 NOC કોર્સ હેઠળ એસએસી(પાયલોટ) તરીકે સામેલ કરવામાં આવી હતી.

શિવાંગી સર્વેલાન્સ વિમાન ઉડાવશે. આ વિમાન ઓછા અંતરના સમુદ્રી મિશન પર મોકલવામાં આવે છે. જેમાં એડવાન્સ સર્વેલાન્સ રડાર, ઈલેક્ટ્રોનિક સેન્સર અને નેટવર્કિંગ જેવા અનેક ઉપકરણોથી સજ્જ હોય છે. નૌકા દળની વિમાન શાખામાં ઘણી મહિલા અધિકારી એર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવે છે. શિવાંગીની ટ્રેનિંગ દક્ષિણી કમાનમાં ચાલી રહી છે અને 2 ડિસેમ્બરમાં તેને ડોરનિયર વિમાન ઉડાવવાની મંજૂરી મળશે.

(9:14 pm IST)