મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

કોંગ્રેસ-એનસીપી-શિવસેનાનું ગઠબંધન ટકશે નહીં : કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી

તકવાદી ગઠબંધનમાં વિચારધારા મેળ ખાતી નથી : શિવસેના-ભાજપનું જોડાણ ન રહેવાથી હિન્દુત્વ, મહારાષ્ટ્ર અને મરાઠી માનુસ માટે નુકસાનકારક રહેશે : કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી

મુંબઈ, તા. ૨૨ : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સંભવિત ગઠબંધનને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ તકવાદી ગઠબંધન તરીકે ગણાવીને આજે તેની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતુ ંકે, વૈચારિક તાલમેલ નહીં હોવાના કારણે ગઠબંધન ટકી શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, શિવસેના અને ભાજપનું ગઠબંધન નહીં થવાની બાબત દેશ, વિચારધારા, હિન્દુત્વ માટે પણ નુકસાનકારક છે. કોંગ્રેસ-એનસીપી અને શિવસેના વચ્ચે થવા જઈ રહેલા ગઠબંધન પર ટિપ્પણી કરતા કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરીએ કહ્યું હતું કે, તેમની વચ્ચે વૈચારિક તાલમેલ નથી. શિવસેના જે વિચારધારા પર ચાલે છે. કોંગ્રેસ તેનો સંપૂર્ણપણે વિરોધ કરે છે. આવી રીતે કોંગ્રેસ જે વિચારધારા ધરાવે છે તેની સમે શિવસેનાને વાંધો છે. એનસીપી પણ શિવસેનાના વિચારો સાથે તાલમેલ ધરાવતી નથી. વિચારો અને સિદ્ધાંતોના આધાર પર ગઠબંધન થયું નથી. તકવાદી ગઠબંધન છે જેના કારણે લાંબા સમય સુધી ટકી શકશે નહીં.

                   મહારાષ્ટ્રને ચૂંટણી બાદ સતત નુકસાન થઇ રહ્યું છે. મહારાષ્ટ્ર માટે અસ્થિર સરકાર બનાવવાની બાબત સારી દેખાઈ રહી નથી. શિવસેનાની સાથે ગઠબંધન હોવા છતાં ભાજપ સરકાર કેમ બની શકી નથી તે અંગે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું હતું કે, ઇતિહાસ તમામ લોકો જાણે છે. પ્રશ્ન છે કે, ભાજપ અને શિવસેના વચ્ચે જે ગઠબંધન હતું તે હિન્દુત્વના વિચારો ઉપર આધારિત હતું. આજ કારણસર દેશમાં લાંબા સમય સુધી ગઠબંધન ચાલ્યું હતું. આજે પણ અમારા વિચારોમાં મત વિભાજનની સ્થિતિ દેખાતી નથી. આવી સ્થિતિમાં ગઠબંધન નહીં રહેવાની બાબત દેશ માટે, વિચારધારા માટે અને હિન્દુત્વ માટે અને ખાસ કરીને મહારાષ્ટ્ર માટે તથા મરાઠી માનુષ માટે નુકસાનકારક સાબિત થશે.

                    મહારાષ્ટ્રમાં ભાજપની જીત બાદ ઝારખંડમાં પણ ભાજપની જીત થશે તેવો દાવો કરતા ગડકરીએ કહ્યું હતું કે, ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં રઘુવરદાસના નેતૃત્વમાં સ્થિર સરકાર હેઠળ જે કામ કરવામાં આવ્યા છે તેના ઉપર તેમને વિશ્વાસ છે અને રાજ્યમાં લોકો ફરી એકવાર રઘુવરદાસના નેતૃત્વમાં ભાજપની પસંદગી કરશે. ઝારખંડમાં ચૂંટણી પ્રક્રિયા રૂ થઇ ચુકી છે. ભાજપ પ્રમુખ અને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારની રૂઆત પણ કરી ચુક્યા છે. કામના આધાર પર ઝારખંડમાં પાર્ટીની જીત થશે. મહારાષ્ટ્રની રાજનીતિના શક્તિશાળી ખેલાડી તરીકે ગડકરીને જોવામાં આવે છે.

(8:28 pm IST)