મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

મહારાષ્ટ્રમા એનસીપીના નાયબ મુખ્યમંત્રીપદે કોણ ? અજીત પવાર કે સુપ્રિયા સુલે ? અટકળોનો દોર શરુ

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદે શિવસેના: એનસીપી અને કોંગ્રેસમાંથી બે ડેપ્યુટી સીએમ

મુંબઈ : મહારાષ્ટ્રમાં એક મહિના બાદ નવી સરકાર બનાવવાની રણનીતિ ફાયનલ થઈ છે. એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બે દિવસ સુધી ચાલેલા મંથન બાદ આખરે સરકાર રચવાનો ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે. સુત્રોના મતે મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન શિવસેનામાંથી હશે અને બે ડેપ્યુટી સીએમ હશે જ એનસીપી અને કોંગ્રેસમાંથી હશે.

  સુત્રોના મતે એનસપીમાંથી શરદ પવારના ભત્રીજા અજીત પવારને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે. તેઓ અગાઉ પણ એનસીપી-કોંગ્રેસ સરકાર સમયે 2009થી 2014 સુધી ડેપ્યુટી સીએમ પદે રહી ચુક્યા છે. જોકે શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને જ પિતાની રાજકીય વારસદાર ગણાય છે. જેથી તે પણ ડેપ્યુટી સીએમ પદની રેસમાં છે. જ્યારે કોંગ્રેસ તરફથી મહારાષ્ટ્ર યુનિટના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે.

(7:48 pm IST)