મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

સરકાર સોશ્યલ મીડીયા માટે નિયમો ઘડશેઃ મેસેજને મૂળથી દૂર કરવા આદેશ અપાશે

નવી દિલ્હી, તા.૨૨: સરકાર સોશ્યલ મીડિયા કંપનીઓ માટે નવા આઈટી નિયમો બનાવી રહી છે. આ નિયમો દ્વારા સરભર સોશ્યલ મીડિયા કંપનીઓને ઈન્ફોર્સમેન્ટના ઓહિજિનેટર (મૂળ વ્યકિત)ને શોધી કાઢી ૨૪ કલાકમાં તિરસ્કારપૂર્ણ ((ટેન્ટ દૂર કરવા આદેશ આપી શકશે.

સરકારે સંસદને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત નિયમોમાં ટેકનોલોજી આધારીત રુલ્સ અથવા યોગ્ય કાર્યપ્રણાલીનો અમલ કરી ગેરકાયદે ઈન્ફોર્મેશન અથવા કધટેન્ટ અલગ તારવી પબ્લિક એકસેસ ડિસેબલ કરવાની બાબતો સામેલ હશે.

ગત વર્ષે ડિસેમ્બરમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માટે આઈટી કાયદો સુધારવા લોકો પાસેથી અભિપ્રાય માંગ્યા હતા.

ઈલેકટ્રોનીકસ અને આઈટી મંત્રાલયના રાજય પ્રધાન સંજય ધોત્રેએ જણાવ્યું હતું કે મંત્રાલયને વ્યકિતગત, સિવિલ સોસાયટી, ઈન્ડસ્ટ્રી એસોસીએશન અને સંસ્થાઓ તરફથી ૧૭૧ કોમેન્ટ અને ૮૦ વિરોધી કોમેન્ટ મળી હતી, આ કોમેન્ટના વિશ્ર્લેષણ પછી નિયમોને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મેસેજ ટ્રેસેબીલીટી મુદે વોટસએપ સરકારના ગુસ્સાનો ભોગ બની હતી. ફેસબુકની માલિકીની આ કંપનીને સરકારે વાંધાજનક નિંદનીય મેસેજીસ પોસ્ટ કરનારી મૂળ વ્યકિતને ખોલી કાઢવા કંઈક માર્ગ કાઢવા જણાવ્યું હતું, પણ કંપનીએ પ્રાઈવસીનો મુદો આગળ ધરી સરકારના દબાણનો પ્રતિકાર કર્યો હતો.

(4:07 pm IST)