મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

મંગળ ગ્રહ પર 'ડેડ બોડી' : વિશ્વભરમાં સનસનાટી

નાસા સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો અધ્યયન કરી રહયા છેઃ મંગળ ઉપર ઘણા પગો વાળી આકૃતિ મળીઃ કીટ-પતંગીયા મળ્યા ? માર્સ રોવરે લીધેલ તસ્વીરો

વોશિગ્ટનઃ મંગળ ગ્રહ પર અમેરિકી વૈજ્ઞાનિકોને ડેડ બોડી મળી છે. તેનું માથું છે, શરીર છે, પગ છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સહિત દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ ડેડ બોડી ની તસવીરોનું અધ્યયન કરી રહ્યા છે, જેથી જાણવા મળે કે શું ખરેખર મંગળ ગ્રહ પર જીવન હોવાના પુરાવા છે? અમેરિકાની ઓહાયો યૂનિવર્સિટીનાં કીટ વિજ્ઞાની અને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સાથે જોડાયેલા ડોકટર વિલિયમ રોમોસરે આ અધ્યયન કર્યું છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે મંગળ ગ્રહ પર જીવનનાં પુરાવા મળ્યા છે.

 તેમણે પોતાના આ અધ્યયન વિશે ઇન્ટરનેશનલ એન્ટોમોલોજી કોન્ફરન્સમાં જણાવ્યું. ડો. રોમોસર દ્યણા વર્ષોથી મંગળ ગ્રહની ઓનલાઇન તસવીરોનું અધ્યયન કરી રહ્યા છે. આ દરમિયાન તેમને દ્યણીવાર કીડાઓ જેવા આકારનાં ઉદાહરણ મળ્યા છે. તેમને આ તસવીર માર્સ રોવરથી મળી છે. ડો. વિલિયમ રોમોસરનાં જણાવ્યા પ્રમાણે મંગળ ગ્રહથી મળેલી તસવીરોથી જાણવા મળે છે કે ત્યાં એવી દ્યણી આકૃતિઓ જોવા મળે છે જે માખીઓ અને સરકતા સાપોની આકૃતિઓથી મળતી આવે છે.

 ડો. વિલિયમ રોમોસરનો દાવો છે કે મંગળ ગ્રહ પર જીવનનાં પુરાવા અવશેષો તરીકે છે અને જીવિત કીટ-પતંગિયા પણ હોઈ શકે છે. આમાં કેટલાકની પાંખો હતી. તેઓ પાંખો ફડફડાવે પણ છે. કેટલાક સ્ટકચર્સમાં ગ્લાઇડિંગ અને ઉડાન ભરવાની ક્ષમતાનાં પુરાવા મળી આવ્યા છે. ડો. રોમોસરે કહ્યું કે, 'મંગળ ગ્રહ પર દ્યણા પગોવાળી આકૃતિઓ પણ મળી છે. જયારે માર્સ મોકલવામાં આવેલા રોવર્સ અને ખાસ કરીને કયૂરોસિટીએ જૈવિક ગતિવિધિઓનાં સંકેત શોધવાનું શરૂ કર્યું તો તેમની મોકલેલી દ્યણી તસવીરોમાં સરીસર્પ વર્ગનાં જીવોનાં રૂપમાં મળી.

કયૂરોસિટી રોવરથી લેવામાં આવેલી કેટલીક તસવીરોમાં કરોળિયો, વંદા જેવા ઘણા ઓર્થોપેડ જીવોનાં સંકેત મળ્યા છે. ડો. વિલિયમ રોમોસરે કહ્યું કે આ આકૃતિઓનું સ્વરૂપ ભવિષ્યમાં મળનારી ઊંડી જાણકારીનાં આધાર પર બદલાઈ પણ શકે છે.

(12:57 pm IST)