મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

અયોધ્યામાં રામ મંદિરમાં કેવટ અને શબરીની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવી જોઈએ.: ગોવાના રાજ્યપાલનું સૂચન

મંદિરમાં કેવટ અને શબરીની મૂર્તિ નહી હોય ત્યાં સુધી મંદિર પૂર્ણ પણ નહી હોય

ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે અયોધ્યામાં બનનારા રામ મંદિરને લઈને મહત્વની ભલામણ કરી છે. તેઓએ કહ્યુ કે, રામ જન્મભૂમિ મંદિર બનાવનારા ટ્રસ્ટે મંદિરમાં કેવટ અને શબરીની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવી જોઈએ. રામાયણના આ બંને પાત્રો પછાત જાતિમાંથી હતા. કેવટ અને શબરીએ રામને લંકા તરફ જતા સમયે મદદ કરી હતી. આથી તેમની પ્રતિમાઓ સ્થાપિત કરવા માટે અલગ સથાન હોવું જોઈએ.

સત્યપાલ મલિકે કહ્યુ કે સમગ્ર દેશ ઈચ્છે છે અયોધ્યામાં વિશાળ રામ મંદિર બને. અને લંકા જતા સમયે ભગવાન રામને આદિવાસીઓ અને પછાત જાતિઓએ મદદ કરી હતી. આમ રામની મદદ કરનારાઓને પણ મંદિરમા સ્થાન આપવુ જોઈએ. તેમણે ટ્રસ્ટ નિર્માણ થશે. જે બાદ પત્ર પણ લખીશ. તેમણે કહ્યુ કે આ મુદ્દે હું વિવાદથી ડરતો નથી. જ્યાં સુધી મંદિરમાં કેવટ અને શબરીની મૂર્તિ નહી હોય ત્યાં સુધી મંદિર પૂર્ણ પણ નહી હોય અને ભવ્ય પણ નહી હોય

(12:35 pm IST)