મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

પાકિસ્તાનમાં લઘુમતિ કોમ ઉપર અત્યાચાર મામલે અમેરિકા ચિંતિત : આંતર રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકાના ખાસ રાજદૂતએ વ્યક્ત કરેલી ચિંતા

વોશિંગટન :  આંતર રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકાના ખાસ રાજદૂતએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અત્યાચાર થઇ રહ્યા છે.તેઓની સુરક્ષા મામલે સરકાર ગંભીર નથી.પાકિસ્તાનના મુસ્લિમો એહમદીયા મુસ્લિમને અપનાવતા નથી.તેમજ અન્ય લઘુમતી કોમો ઉપર પણ થઇ રહેલા અત્યાચાર ચિંતાજનક છે.

આ માટે અમેરિકા ધાર્મિક સ્વાતંત્ર્ય જાળવવા કાર્યરત સંગઠનોના સંપર્કમાં છે.તેમ જણાવાયું છે.

(12:00 pm IST)