News of Friday, 22nd November 2019
અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા 5 ભારતીયોની બોર્ડર ઉપરથી ધરપકડ
ન્યુયોર્ક : અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા 5 ભારતીયોની ન્યુયોર્ક બોર્ડર ઉપરથી 15 નવેમ્બરના રોજ ધરપકડ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ ભારતીયોને વાહનમાં બેસાડી બોર્ડર પાર કરાવનારો ડ્રાઇવર અમેરિકન હતો જે અચાનક ચેકીંગ આવતા વાહન મૂકી નાસી છૂટ્યો હતો તથા અંદર બેઠેલા 5 ભારતીયોએ પણ ભાગવાની કોશિશ કરી હતી જેઓને પકડી લઇ હિરાસતમાં મોકલી દેવાયા છે.
ઉલ્લેખનીય હજુ થોડા દિવસ પહેલા જ 150 ભારતીયોને ગેરકાયદે પ્રવેશ કરવા બદલ દિલ્હી પરત મોકલી દેવાયા હતા
(12:00 pm IST)