મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

ગાંધીનગર સહિત દેશના ર૧ મોટા શહેરોમાં ર૦ર૦માં ભૂમી જળ ખતમ થઇ જશેઃ નીતિ આયોગનો ચોંકાવનારો રીપોર્ટ

લોકસભા-રાજયસભામાં મુદો ઉઠયોઃ રાજયો વચ્ચે સહમતિનો અભાવ અને નદીઓનો સંગમ થઇ શકતો નથી

નવી દિલ્હી તા. રર : દેશના ર૧ મોટા શહેરોમાં જળ સંકટ તોળાઇ રહ્યું છ.ે અને નદી જોડવા અંગે રાજયોનો સાથ સહકાર ન મળતો હોય ઘેરો ચિંતાનો વિષય બન્યો છે.

ગઇકાલે લોકસભા-રાજયસભામાં જળસંકટ અંગે સાંસદોએ આ મામલો ઉઠાવ્યો હતો.

લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રિય જળમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નદીઓને જોડવા અંગે વિચાર કરી રહી છે, પરંતુ આ રાજયોનો વિષય છે.

સંબંધિત રાજયોએ વાતચીત દ્વારા સહમતિની દિશામાં કામ કરવું જોઇએ, જેના પરિણામે આપણે આવનારા સમયમાં જળસંકટમાંથી ઉગરી જઇશું.

નીતિ આયોગે થોડા મહિના પહેલા પોતાના રિપોર્ટમાં દેશના ર૧ મોટા શહેરોમાં ભૂજળ ખતમ થઇ જવા અંગે ચેતવણી આપી છે.

રાજસ્થાનમાં પાણી સંકટ દુર કરવા અંગે નદિઓનો જોડવાની ૪ મહત્વના પ્રોજેકટ કેટલાય વર્ષોથી કેન્દ્રમાં અટકીને પડયા છે, આ અંગે રાજસ્થાન-મધ્યપ્રદેશ સરકાર વચ્ચે છેલ્લા એક વર્ષમાં માત્ર એક વખત બેઠક થઇ છે.

જે જે પરિયોજના છે તેમાં ઇસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેકટમાં રાજસ્થાન-એમપી.-યુપી, (ર) શારદા-યમુના પ્રોજેકટમાં બિહાર-યુપી-ઉતરાખંડ-હરિયાણા અને નેપાળને જોડતો ભારતીય ભાગ (૩), યમુના રાજસ્થાન યોજનામાં યુપી. હરિયાણા, રાજસ્થાન-ગુજરાત તથા રાજસ્થાન-સાબરમતિ યોજનામાં યુપી.હરિયાણા-રાજસ્થાન-ગુજરાતનો સમાવેશ થાય છે.

ર૦ર૦માં આ શહેરોમાં ભૂમિ જળ ખતમ થઇ જશે

આ ર૦ શહેરોમાં જયુપર-અજમેર-બીકાનેર-જોધપુર, ગુજરાતનું ગાંધીનગર ઉપરાંત ઇંદોર-રતલામ, દિલહી, ગુરૂગ્રામ, યમુનાનગર, અમૃતસર, જલંધર, મોહાલી, લુધિયાણા, પટિયાલાલ, હૈદ્રાબાદ, આગ્રા, ગજીયાબાદ, ચૈન્નાઇ, વેલ્લોર અને બેંગલોર.

(11:26 am IST)