મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

મંદિરમાં કાન પકડયા, ઉઠ-બેસ કરી પછી માતાજીનો મુગટ લઈને ભાગી ગયો ચોર

મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરની આ હરકત કેદ થઈ ગઈ

હૈદરાબાદ, તા.૨૨: કલ્પના કરો, એક ચોર ચોરી કરતા પહેલા ઉઠ-બેસ કરે, કાન પકડે અને માતા દુર્ગાની મૂર્તિ આગળ માથુ નમાવીને માફી માંગે આ બાદ માતાજીનો મુગટ ચોરી કરીને ભાગી જાય. તેલંગાણાના હૈદરાબાદના બહારના વિસ્તારમાં આવેલા દુર્ગા ભવાની મંદિરમાં ગુરુવારે સાંજે કંઈક આવું જ થયું. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરની આ હરકત કેદ થઈ ગઈ.

સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે ચોર દ્યણા સમય સુધી હાથ જોડીને પ્રાર્થના કરતો રહ્યો. આ બાદ માતાજીનો મુગટ ચોરીને પોતાના શર્ટની અંદર મૂકીને ત્યાંથી જતો રહે છે. પોલીસે જણાવ્યું કે ચોરે જયારે મંદિરમાંથી ૧૦ હજારની કિંમતના ૩૫ તોલા ચાંદીવાળો હાર ચોર્યો ત્યારે પુજારી મંદિરમાં ઉપસ્થિત નહોતા.

એક આધેડ ઉંમરના ચોરનો મુગટ ચોરી કરતા પહેલા માફી માગતો વિડીયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેનાથી મંદિર પ્રશાસન અને પોલીસને શર્મસાર થવું પડી રહ્યું છે. પોલીસને લોકોના વિરોધ-પ્રદર્શનનો સામનો કરવો પડ્યો. ચોરને પકડવા માટે પોલીસ દરેક શેરીએ તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી ચોરની કોઈ ભાળ મળી નથી.

આ મામલે પોલીસ ઈન્સ્પેકટર રવિ કુમારે જણાવ્યું, દ્યટના સાંજે ૬ વાગીને ૨૨ મિનિટની છે જયારે મંદિર ભકતો માટે ખોલવામાં આવ્યું. ચોરી પહેલા આરોપી આસપાસમાં નજર કરીને જોઈ રહ્યો છે. આ બાદ તે મુગટનો કપડાની અંદર સંતાડીને ભાગી જાય છે. પોલીસે ચોર વિરુદ્ઘ IPCની કલમ ૩૮૦ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

(11:24 am IST)