મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

કેનેડા કેબિનેટમાં પ્રથમવાર હિન્દુ મહિલાની એન્ટ્રીઃ અનિતા આનંદને મળી જવાબદારી

કેનેડાના ઈતિહાસમાં આવું પ્રથમવાર છે જયારે કેન્દ્રીય કેબિનેટમાં કોઈ હિન્દુ મહિલાને જગ્યા મળી છે, પીએમ જસ્ટિન ટ્રૂડોએ જયારે ગુરૂવારે પોતાના ૩૭ સભ્યોની કેબિનેટની પડદો ઉઠાવ્યો તો તેમાં ત્રણ શીખ સાંસદોના નામ પણ સામે આવ્યા હતા

ઓટાવા, તા.૨૨: કેનેડાના ઈતિહાસમાં આવું પ્રથમવાર છે જયારે કેન્દ્રીય કેબિનેટમાં કોઈ હિન્દુ મહિલાને જગ્યા મળી છે. પીએમ જસ્ટિન ટ્રૂડોએ  જયારે ગુરૂવારે પોતાના ૩૭ સભ્યોની કેબિનેટનો  પડદો ઉઠાવ્યો તો તેમાં ત્રણ શીખ સાંસદોના નામ પણ સામે આવ્યા હતા. તેમણે સાત નવા ચહેરાને સામેલ કર્યાં છે, જેમાં પૂર્વ કાયદા પ્રોફેસર અને સાંસદ ભારતવંશી અનિતા આનંદ પણ છે.

 

ત્રણ અન્ય ભારતવંશી સાંસદોમાં નવદીપ બૈન્સ (૪૨), બરદીશ ચગ્ગર (૩૯) અને હરજીત સજ્જન (૪૯) છે. ૪૭ વર્ષી ટ્રૂડોએ બુધવારે ઓટાવાના રિડો હોલમાં શપથ લીધા હતા. અનિતા ઓકવિલે સીટનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તે ૩૩૮ સભ્યોવાળા હાઉસ ઓફ કોમન્સ માટે પ્રથમવાર ઓકટોબરમાં ચૂંટાઇ આવી હતી.

તેમને પબ્લિક સર્વિડ એન્ડ પ્રોકયોરમેન્ટ વિભાગ મળ્યો છે. તેઓ આ સિવાય કમ્પ્યૂટર પે સિસ્ટમ ફીનિકસની પણ જવાબદારી સંભાળશે.

તો સજ્જન કેનેડાની સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલના પદ પર રહ્યાં છે અને નેશનલ ડિફેન્સ મિનિસ્ટરની જવાબદારી સંભાળશે, જયારે બૈન્સને ઇનોવેશ, સાઇન્સ અને ઇન્ડસ્ટ્રીઝની જવાબદારી આપવામાં આવી છે. પાછલા કાર્યકાળમાં ગવર્મેન્ટ હાઉસ લીડર રહી ચુકેલી ચગ્ગરને યુવા મામલોની જવાબદારી સોંપવામાં આવી છે.(૨૩.૮)

 

(10:28 am IST)