News of Friday, 22nd November 2019
ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી ક્રિશ્ના બંસલ કોંગ્રેસની ચૂંટણી લડશેઃ ઇલિનોઇસમાંથી ૧૧મા ડીસ્ટ્રીકટના વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસમેનને ફાઇટ આપશે
ઇલિનોઇસઃ યુ.એસ.માં નેપરવિલ્લે (ઇલિનોઇસ) પ્લાનીંગ એન્ડ ઝોનીંગ કમિશન મેમ્બર ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન ક્રિશ્ના બંસલએ આગામી ૨૦૨૦ની સાલમાં યોજાનારી કોંગ્રેસની ચૂંટણીમાં રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યુ છે. તેઓ ૧૧મા ડીસ્ટ્રીકટમાંથી વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસમેન સામે ચુંટણી લડશે.
હાલમાં તેઓ નેપરવિલ્લે પ્લાનીંગ એન્ડ ઝોનીંગ કમિશનમાં વાઇસ ચેરમેન તરીકે સેવાઓ આપે છે. ઉપરાંત તેઓ નેપરવિલ્લે ઇન્ડિયા કોમ્યુનીટી આઉટરીઅના ચેરમેન અને CEO છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી યુ.એસ.માં સ્થાયી થયા છે. તેઓ વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ-જ્ઞાતિ તથા કામગીરીના સમર્થક છે.
(8:18 pm IST)