મુખ્ય સમાચાર
News of Thursday, 22nd November 2018

આ ગામના શિક્ષકો રોજ સવારે ટેબ્‍લેટ લઇને ઝાડ પર ચડી જાય છે.

રાચી તા ૨૨ : ઝારખંડના દોલતગંજ ગામથી૪૧ કિલોમીટર દુર સોહરી ગામમાં ખાસ ટેકનોલોજીથી સજ્જ અપગ્રેડ સ્‍કૂલ શરૂ થઇ છે. એ માટે કવોલિફાઇડ ૬ ટીચરો પણ નિયુકત થયા છે. જોકે આ તમામ ટીચરો રોજ સવારે સ્‍કૂલની બહારના એક વૃક્ષ પર ચડેલા જોવા મળે છે. એનું કારણ એ છે કે સરકારે ડિજીટલ ઇન્‍ડિયાના ભાગરૂપે આ ટીચર્સને એટેન્‍ડન્‍સ માટે ટેબ્‍લેટ આપ્‍યું છે. એમાં બાયોમેટ્રિક રીડર કનેકટ કરેલું છે. એટલે અંગુઠાની છાપથી પોતનાની એટેન્‍ડન્‍સ રજિસ્‍ટર કરાવવાની હોય છે. સમસ્‍યા એ છે કે ટેબ્‍લેટ્‍સ તો છે, પણ ઇન્‍ટરનેટની સુવિધા જોઇએ એવી નથી. જેટ વર્ધ મળે એ માટે ટીચર્સ સ્‍કૂલની બહાર આવેલા પલાશના વૃક્ષ પર ચડીને ઇન્‍ટરનેટ કનેકિટવીટી આવેએની રાહ જુએ છે, જે ૬ ટીચર્સ અહીં કામ કરે છે તેમની ઉંમર ૨૦ થી ૪૦ વર્ષની અંદર છે, પરંતુ બધાને ઝાડ પર ચડવાનું નથી આવડતું. એક ટીચર ઝાડ પર ચડીને ઇન્‍ટરનેટ કનેકટ થાય એની રાહ જુએ છે અને પછી હળવેકથી બીજા ટીચર્સ પણ ઝટપટ પોતાની એટેન્‍ડન્‍સ રજિસ્‍ટર કરાવી લેછે.

આ પરિસ્‍થિતિ કંઇ સોહરી ગામની જ નથી, પરંતુ ઝારખંડની ઘણી ગ્રામીણ સ્‍કુલોમાં ટીચર્સ ઓનલાઇન અટેન્‍ડન્‍સ ફાઇલ નથી કરી શકતા. ૨૦૧૭ માં લગભગ ૨૦,૦૦૦ સ્‍કૂલોમાં આ પ્રકારે ટેબ્‍લેટ્‍સ આપવામાં આવ્‍યાં હતાં, પરંતુ વાસ્‍તવિકતા એ છે કે ટેબ્‍લેટ ચાલે એ માટે ઇન્‍ટરનેટ હજી આ ગામો સુધી પહોંચ્‍યું નથી.

(1:17 pm IST)