મુખ્ય સમાચાર
News of Thursday, 22nd November 2018

મહારાષ્‍ટ્રમાં મુસલમાનોને અનામત મળવી જોઇએઃ સુનીલ પ્રભુ

ઉદ્યૈવ ઠાકરેની અયોધ્‍યાયાત્રા પુર્વે શિવસેનાએ બોંબ ફોડયો : ૫૨ ટકા અનામતને સ્‍પર્શયા વિના મરાઠા અનામત કેમ આપશો

 મુંબઇઃ હિન્‍દુત્‍વ રાજનીતી માટે જાણીતી શિવસેનાએ મહારાષ્‍ટ્રમાં અનામતમાં મુસ્‍લિમ કવોટાને અમલી બનાવવા માટે શિવસેનાના અગ્રણી સુનિલ પ્રભુએ માગણી ઉઠાવતુ નિવેદન કર્યું છે. શિવસેનાની વોટ બેંક મુખ્‍યત્‍વે હિન્‍દુ મતો છે વિપક્ષો દળોની ચર્ચામાં તેમણે શિવસેના વતી આ નિવેદન આપેલ. શિવસેના સુપ્રીમો ઉદ્યૈવ ઠાકરે ૨૪-૨૫  નવેમ્‍બરે અયોધ્‍યા યાત્રાએ જાય છે ત્‍યારે જ આ નિવેદન આવ્‍યું છે તેમણે નવુ સુત્ર પણ આપ્‍યું છે, ‘‘ હર હિન્‍દુ કી યહી પુકાર, પહેલે મંદિર, ફિર સરકાર'' એવુ મનાય છે કે શિવસેના આગમી ચુંટણીમાં મુસ્‍લિમ સમુદાયને આકર્ષવા માગે છે.

 

(12:07 pm IST)