મુખ્ય સમાચાર
News of Friday, 22nd October 2021

હિમાચલ અને ઉતરાખંડમાં પૂરમાં મૃતકોના પરિજનોની મદદે મોરારીબાપુ :હનુમાનજીની સાંત્વના રૂપે સહાયની કરી જાહેરાત

બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ ઉત્તરાખંડ, રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ હિમાચલ પ્રદેશ અને રૂપિયા ૧ લાખ નેપાળ ખાતે મોકલાશે

નવી દિલ્હી : તાજેતરમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદશ તેમજ ભારતના પાડોશી દેશ નેપાળ ખાતે અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ બન્ને રાજ્યો તેમજ નેપાળના વિવિધ વિસ્તારોમાં એકસો પચાસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે.ઉપરોક્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તત્કાલ સહાય અર્થે હનુમાનજીની સાંત્વના રૂપે મોરારીબાપૂ દ્વારા રૂપિયા ૬ લાખની સહાયતા રાશી પ્રેષિત કરવામાં આવશે આ પૈકી રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ ઉત્તરાખંડ, રૂપિયા બે લાખ પચાસ હજાર મુખ્યમંત્રી રાહત ફંડ હિમાચલ પ્રદેશ અને રૂપિયા ૧ લાખ નેપાળ ખાતે મોકલવામા આવશે.તમામ મૃતકો ના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે અને મૃતકો ના પરિવાર જનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જરૂરિયાત મંદોને સહાય કરવાની પણ અપીલ કરી છે. 

મોરારીબાપુએ તાઊતે વાવાઝોડામાં 50 લાખ તેમજ ચોમાસામાં પૂરની તબાહીથી સૌરાષ્ટ્ર થયેલા નુકસાન માટે દાર્જિલિંગમાં કથા કરતાં કરતાં 25 લાખની સહાય કરી હતી જે સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવી હતી. તે સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સહાય માટે આભાર પણ વ્યકત કર્યો હતો

  મોરારીબાપુએ કેરળમાં મચેલી પૂર તબાહી વખતે તત્કાલીન રાજ્યપાયલ આરીફ મહમદ્દ ખાન સાથે ટેલિફોનિક વાત કરી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો જે બાદ અસરગ્રસ્ત લોકોએ સહાય પેટે એક લાખ પચ્ચીસ હજાર રૂપિયાનું અનુદાન કર્યું હતું.

  કોરોનાકાળમાં કથાકાર મોરારી બાપુએ મદદની જાહેરાત કરી હતી, રાજુલા ખાતે ચાલતી રામકથામાં મોરારી બાપુએ 1 કરોડ રૂપિયાની મદદ અમરેલી માટે જાહેર કરી હતી. અમરેલી ,રાજુલા,સાવરકુંડલામાં મહુવા અને તળાજામાં આ સહાય વાપરવામાં આવી હતી. 
રામ મંદિરના નિર્માણ માટે કથાકાર મોરારિબાપુએ કુલ રૂ.18.61 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. મોરારિબાપુએ 5 કરોડનું દાન એકત્ર કરવા આહવાન કર્યું હતું. જેના પગલે યુકેમાંથી રૂ.3.20 કરોડ, અમેરિકાથી રૂ.4.10 કરોડ અને ભારતમાંથી 11.30 કરોડનું ફંડ એકત્ર થયું હતું. આ સંપૂર્ણ રકમ અયોધ્યા રામમંદિર નિર્માણને મોકવામાં આવી હતી.

(9:10 pm IST)