મુખ્ય સમાચાર
News of Friday, 22nd October 2021

ભવિષ્યની આપત્તિઓ કે રોગચાળા દરમિયાન મધ્યાહન ભોજન યોજના અટકી ન જાય તે માટે પગલાં લેવા જરૂરી : મધ્યાહન ભોજન યોજના એક ખૂબ જ લાભદાયક કાર્યક્રમ છે જે ભવિષ્યમાં અટકી ન પડે તે માટે નક્કર આયોજન હોવું જોઈએ : મદ્રાસ હાઇકોર્ટ


ચેન્નાઇ : ભવિષ્યની આપત્તિઓ કે રોગચાળા દરમિયાન મધ્યાહન ભોજન યોજના અટકી ન જાય તે માટે પગલાં લેવા જરૂરી છે. મધ્યાહન ભોજન યોજના એક ખૂબ જ લાભદાયક કાર્યક્રમ છે જે ભવિષ્યમાં અટકી ન પડે તે માટે નક્કર આયોજન હોવું  જોઈએ. મદ્રાસ હાઇકોર્ટે શુક્રવારે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે તે ભવિષ્યની કુદરતી આફતો અથવા કોવિડ -19 રોગચાળા જેવી આફતોમાં શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં વિક્ષેપ ન પડે તે માટે જરૂરી યોજનાઓ ઘડે.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે સંવેદનશીલ બાળકો અને યુવાન પુખ્ત વયના લોકો પૌષ્ટિક ભોજન વગર રહી ન જાય તે માટે પ્લાનિંગ તૈયાર રાખવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયમૂર્તિ પીડી ઓડીકેસવલુની ખંડપીઠ આ વર્ષની શરૂઆતમાં દાખલ થયેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી કરી રહી હતી, જેમાં કોવિડ -19 રોગચાળા વચ્ચે મધ્યાહન ભોજન યોજનાને સ્થગિત કરવા અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:55 pm IST)