મુખ્ય સમાચાર
News of Friday, 22nd October 2021

કોરોના મહામારી બાદ સોનાના ઘરેણાં, ગાડીઓ, ફલેટ, ઘરેલુ મોંઘા ઉપકરણો, ગેજેટની થઇ રહી છે જબરદસ્ત ખરીદી

૨ વર્ષથી લાગેલી બ્રેકના કારણે હવે ગ્રાહકો લઇ રહ્યા છે મનપસંદ અને બજેટમાં રહેલી વસ્તુઓ

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના મહામારી બાદ રાહત મળવાની સાથે જ સમૃદ્ઘ શહેરી ગ્રાહકમોજબરદસ્ત ખરીદી કરી રહ્યા છે. વેપારી પ્રતિનિધિઓનું કહેવું છે કે સમૃદ્ઘ શહેરીગ્રાહકો સોનાના ઘરેણાં, ગાડીઓ, ફલેટ, ઘરેલુ મોંઘા ઉપકરણ, ગેજેટ વગેરેનીખુબજખરીદી કરી રહ્યા છે. અંદાજે બે વર્ષથી તેઓ તેમના અરમાન અથવા સપનાને પુરા કરી શકયા નહીં. હવે તે દરેક વસ્તુઓખરીદવા ઈચ્છે છે જે તેના બજેટ અને પસંદની છે.

જવેલરી રિટેલર તનિષ્કનાંજણાવ્યા મુજબ, શહેરી ગ્રાહકો હવે જશ્ન મનાવી રહ્યા છે. તે વધુ પહેરવા યોગ્ય, હલકા ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે. ટાઇટન જવેલરી ડિવિઝનના મુખ્ય કાર્યકારી અધિકરીઅજય ચાવલાએ પણ કહ્યું કે ગયા વર્ષેનીસરખામણીએ આ વર્ષે ગ્રાહકોનો મૂડ એકદમ બદલાય ગયો છે. તેઓતેમના દરેક એવી વસ્તુઓ ખરીદવા માંગે છે જેમાં તેને ખુશી મળે છે. તેનાથી માંગમાં ભારે ઉછાળઆવ્યો છે.

અંતરિક્ષ ઇન્ડિયાનાસીએમડી રાકેશ યાદવે જણાવ્યું કે જુલાઈ-સપ્ટેમ્બર તીમાહિમાં ઘરોનું વેચાણ વર્ષના આધાર પર ૫૯ ટકા વધી છે. કોરોના બાદ ઘરોનાવેચાણમાં મહત્વનું યોગદાન યુવા આઇટી લોકોનું છે. એક મોટો બદલાવ એ છે કે હવે મોટા સાઈઝના ઘરની માંગ વધુ છે. બજારમાં જે સેન્ટિમેન્ટ છે તેને જોઈને દિવાળી સુધી ઘરોનીમાંગમાં વધારો થવાની આશા છે.

રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ, કોરોના કાળમાં બેંકોની જમા રકમ વધી છે. રિઝર્વંબેન્કના જણાવ્યા મુજબ, બેંકોની જમા રકમ માર્ચ ૨૦૨૧ સુધી વધીને૧૫૦.૧૩ ખરબ રૂપિયાથીપાર થયો છે. બીજી બાજુ એસબીઆઈના એક રિપોર્ટનાજણાવ્યા મુજબ, બેન્કિંગ અર્થવ્યવસ્થામાં કુલ મળીને ૧૦૨ લાખ કરોડ રૂપિયા જમા છે.આર્થિક વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, કોરોના અને લોકડાઉનના કારણે નોકરી ધરાવતા લોકોની બચત વધી છે.

(10:47 am IST)