મુખ્ય સમાચાર
News of Friday, 22nd October 2021

દેશમાં ૯૫ ટકા લોકો પેટ્રોલનો ઉપયોગ નથી કરતા!

ઉત્ત્।ર પ્રદેશની યોગી સરકારના મંત્રીએ પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈને પોતાના 'જ્ઞાન' પ્રદર્શન કર્યું : ઈંધણની કિંમતની પ્રતિ વ્યકિત આવક સાથે સરખામણી કરો તો કિંમતો હજુ પણ ઘણી ઓછી છે

લખનૌ,તા. ૨૨: પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦૦ને પાર થઈ ગયા છે. જેનાથી દેશની જનતા પરેશાન છે, ત્યારે કેટલાક નેતાઓ પ્રજાના ઘા પર મીઠું ભભરાવી રહ્યા હોય તેવા નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં આસામના ભાજપ પ્રમુખ ભાવેશ કાલિતાએ જો પેટ્રોલ ૨૦૦ રુપિયા પ્રતિ લીટર વેચાય તો અમે લોકોને ત્રણ સવારી બેસવાની મંજૂરી આપીશું તે પ્રકારનું નિવેદન આપ્યું હતું. તો હવે ઉત્ત્।ર પ્રદેશની યોગી સરકારના મંત્રીએ પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈને પોતાના 'જ્ઞાન'નું પ્રદર્શન કર્યું.

આ પહેલા આસામ ભાજપના પ્રમુખ ભાવેશ કાતિલને જયારે પૂછવામાં આવ્યું હતું કે, પેટ્રોલની કિંમત જો ૨૦૦ રૂપિયા પહોંચી જાય તો શું કરવાનું છે? તો તેમણે કહ્યું હતું કે, 'જો પેટ્રોલનો ભાવ ૨૦૦ રુપિયા પ્રતિ લીટર પહોંચી જાય તો રાજય સરકાર વાહનો પર ત્રણ લોકોને મુસાફરી કરવાની મંજૂરી આપી દેશે. લોકોએ લકઝરી કારનો ઉપયોગ કરવાને બદલે બાઈક, સ્કૂટર જેવા દ્વિચક્રી વાહનો ચલાવવા જોઈએ.'

તો, કર્ણાટકના એક મંત્રી ઉમેશ કટ્ટીએ પેટ્રોલના વધતા ભાવનુ ઠીકરું કોરોના પર ફોડી દીધું હતું. આ મંત્રીના મત અનુસાર, કોરોનાની સ્થિતિનો સામનો કરવા માટે પૂરતી રાશિ સુનિશ્યિત કરી શકાય તે માટે ઈંધણના ભાવ વધારવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ તિવારીએ પણ આ જ પ્રકારનો એક તર્ક આપ્યો હતો. મનોજ તિવારીએ કહ્યું કે, દેશ મહાન છે, અત્યારે પ્રાણ બચાવવા જરુરી છે. એક વેકિસન પાછળ ૫૫૦ જેટલો ખર્ચ સરકારને થાય છે. તો પછી પૈસા એકઠા કરવા માટે પેટ્રોલ ડીઝલ મોંઘુ કરવામાં આવ્યું છે. (૨૨.૫)

(9:58 am IST)