મુખ્ય સમાચાર
News of Friday, 22nd October 2021

યુપીના સીએમ યોગીની સુરક્ષામાં મોટી ચૂક : ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા

બસ્તી જિલ્લામાં કાર્યક્રમ પહેલા એક વ્યક્તિ લાયસન્સ વાળા હથિયાર સાથે ઓડિટોરિયમ પહોંચ્યો હતો

નવી દિલ્હી :  ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લામાં સીએમ યોગી આદિત્યનાથના એક કાર્યક્રમ પહેલા સુરક્ષામાં ચૂક થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા એક કાર્યક્રમ પહેલા એક વ્યક્તિ લાયસન્સ વાળા હથિયાર સાથે ઓડિટોરિયમ પહોંચ્યો હતો. આ ઘટનાને સુરક્ષામાં એક મોટી ચૂક માનવામાં આવી છે. આ કેસમાં 7 પોલીસકર્મી દોષિત ઠર્યા હતા. જેમાં 4 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ માહિતી બસ્તીના એસપી આશિષ શ્રીવાસ્તવે આપી છે. તેમણે કહ્યું કે બાકીના 3 પોલીસકર્મીઓ અંગે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.વિભાગ આ મામલે આગળની કાર્યવાહી કરશે.

બસ્તી એસપીએ જણાવ્યું કે, વીઆઇપી નેતાનું હેલિકોપ્ટર ઉતરવાની 40 મિનિટ પહેલા આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં બસ્તી જિલ્લામાં તૈનાત 4 પોલીસકર્મી સહિત 7 પોલીસકર્મીઓની બેદરકારી સામે આવી છે. તેમાંથી 2 પોલીસકર્મીઓ સિદ્ધાર્થનગરમાં અને 1 સંત કબીર નગરમાં તૈનાત હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે બસ્તી જિલ્લામાં મુખ્યમંત્રીનો VIP કાર્યક્રમ હતો. તેના આગમનના 45 મિનિટ પહેલા એક શખ્સ તેની લાઇસન્સવાળી રિવોલ્વર સાથે ઓડિટોરિયમ પહોંચ્યો હતો.

(12:30 am IST)