મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

બિહારમાં આરજેડીને મોટો ફટકો: ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારી 'થાકી' ગયા : રાજકારણમાંથી નિવૃત્તિ લીધી

નિવૃત્તિ પાછળ 'મનનો થાક' હોવાનું કારણ દર્શાવ્યું: સ્મરણો લખવા ઈચ્છા વ્યક્ત કરી

 

પટણા:બિહારમાં લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળને મોટો ફટકો પડ્યો છે. આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદના અંગત માની શકાય એવા પાર્ટીના ઉપ અધ્યક્ષ શિવાનંદ તિવારીએ  રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. શિવાનંદ તિવારી નિવૃત્તિ પાછળ 'મનનો થાક' હોવાનું કારણ દર્શાવ્યું હતું. સાથે તેમણે જીવન આધારિત પુસ્તક લખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તિવારીએ પોતાના ફેસબુક વોલ પર લખ્યું હતું કે, હવે થાક અનુભવી રહ્યો છું. શરીર કરતા વધારે મનનો થાક છે. હવે સ્મંરણો લખવા ઇચ્છુ છું. પણ નથી કરી રહ્યો, આથી જે કરી રહ્યો છું તેનીથી છૂટકારો મેળવવા ઇચ્છુ છું. હવે સ્મરણો લખવા પ્રયત્ન કરીશ અને લખીશ, ભરોસો નથી પરંતુ પ્રયત્ન કરીશ. આથી રાજ્ય તરફથી જે ભૂમિકા ભજવી રહ્યો હતો તેનાથી છૂટકારો લઉ છું.

જો કે તેમણે આરજેડી છોડવાની વાતને ફગાવી હતી. તેમણે જણાવ્યું કે તેઓ પાર્ટી નથી છોડી રહ્યા. માત્ર રાજકારણથી દૂર થઇ રહ્યા છે. પાર્ટીના સૂત્રો મુજબ તિવારી પાર્ટી નેતૃત્વથી રોષે ભરાયા હતા, કારણ કે કેટલાક મહત્વના નિર્ણયોમાં તેમની અવગણના કરવામાં આવી હતી. કારણે પાર્ટી નેતૃત્વ અને તેમની વચ્ચે મતભેદો ઉદભવ્યા હતા.

(12:20 am IST)