મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર્સના વેચાણમાં 94 ટકાનું તોતિંગ ગાબડું

ગ્રાહકોએ ટૂ-વ્હીલર્સની જગ્યાએ ઓછી સ્પીડના સસ્તા મોડલ ખરીદવાનું પસંદ કર્યું

નવી દિલ્હી : સરકારની મહત્વાકાંક્ષી FAME ઇન્ડિયા સ્કીમના બીજા ફેઝમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનું વેચાણ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 94 ટકા ઘટ્યું છે. આ નાણાકીય વર્ષની સાથે શરૂ થયેલ FAME-IIમાં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કસ્ટમર્સે ઇન્સેટિવવાળા ટૂ-વ્હીલર્સની જગ્યાએ ઓછી સ્પીડના સસ્તા મોડલ ખરીદવાનું પસંદ કર્યું છે.

ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યૂફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (FAME) હેઠળ સરકાર પર્યાવરણને નુકશાન નહીં પહોંચાડનારા ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપી રહી છે.

SMEVના ડાયરેક્ટર જનરલ સોહિન્દર ગિલે જણાવ્યું, 'FAME-II હેઠળ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના વેચાણમાં મોટો ઘટાડો આવ્યો છે. બીજા ફેઝ દરમિયાન સબસિડીમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત પ્રોડક્ટસ પર ઇન્સેટિવ આપવામાં આવી રહ્યું છે, તેની કિંમત વધારે છે. આ કારણે ગ્રાહક સસ્તા લો-સ્પીડ વ્હીકલ્સ ખરીદી રહ્યા છે.

(10:43 pm IST)