મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

ગુરૂનાનક દેવની ૫૫૦મી જન્મ જયંતિ ઉજવવા પાકિસ્તાન જનારા બ્રિટન સ્થિત ૨૦૦ શીખોએ પ્રવાસ રદ કર્યોઃ ૩૧ ઓકટો.૨૦૧૯ના રોજ ઇસ્લામાબાદ મુકામે ઇમરાન સરકાર વિરૂધ્ધ યોજાનારી રેલીના કારણે શાંતિ ડહોળાવાનો ભય વ્યકત કર્યોઃ રેલી રદ કરવા JUIF પ્રેસિડન્ટ મૌલાના ફઝલુર રહેમાનને વિનંતી કરી

લંડનઃ પાકિસ્તાનમાં ઇમરાન ખાનને સત્તા ઉપરથી હટાવવા જમિયત ઉલેમાએ ઇસ્લામ ફઝલ (JUIF)ના ઉપક્રમે ૨૭ ઓકટો.થી ૩૧ ઓકટો દરમિયાન દેખાવો સાથે રેલીનું આયોજન કરાયું છે. જે ૩૧ ઓકટો.ના રોજ ઇસ્લામાબાદ પહોંચશે. આ રેલીના કારણે પાકિસ્તાનની શાંતિ ડહોળાવાનો ડર હોવાથી તે રદ કરવા JUIFના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાનને બ્રિટીશ સ્થિત શીખ સમુદાયએ અનુરોધ કર્યો છે.

સમુદાયે જણાવ્યા મુજબ આ રેલીના આયોજનને કારણે બ્રિટનથી પાકિસ્તાન મુકામે નવેં.માસમાં ગુરૂ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ ઉજવવા જનારા ૨૦૦ શીખોએ તેમનો પ્રવાસ રદ કર્યો છે.

તેથી રેલી હાલની તકે મોકુફ રાખવા અથવા ૨૦ નવેં.પછી રાખવા વિનંતી કરાઇ છે તેવું જાણવા મળે છે.

(8:21 pm IST)