મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

ઇન્ડિયન અમેરિકન પાદરી મેથ્યુ વેલ્લાકલ તથા બિશપ જાલાનું કાર અકસ્માતે મોતઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલી આપી

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયા સ્થિત ઇન્ડિયન અમેરિકન પાદરી મેથ્યુ વેલ્લાંકલ તથા તેની સાથે કારમાં મુસાફરી કરી રહેલા બિશપ ડોમિનીક ઝાલાનું કાર અકસ્માતે કરૂણ મોત નીપજ્યુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ તેઓ ૧૦ ઓકટો.૨૦૧૯ના રોજ કારમાં જઇ રહ્યા હતા ત્યારે અન્ય વાહન સાથે ટકરાતા મોત નિપજ્યું હતું. તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય વ્યકિત ફાધર જોસેફ ગંભીર રીતે ધવાતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જયાં તેઓની તબિયત સ્થિર છે.

વેસ્ટ કોસ્ટ ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાન્ડાએ સદગત જાલાના મૃતદેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરાશે તેમ જણાવ્યું હતું. સદગતને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલી આપી હતી.

(7:03 pm IST)