મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

વિશ્વાસતઘાત અને બેવફાઇ માટે થાઇલેન્ડની શાહી મહિલા પદભ્રષ્ટઃ ઇલ્કાબો પણ છીનવાયા

રાજાના નામથી હુકમો આપવા લાગેલઃ સત્તાનો દુરઉપયોગ કર્યોઃ ફલાઇટ એટેન્ડમાંથી રાણી બનેલ

સીનીનાતઃ થાઇલેન્ડના રાજા વાજિરાલોંગકોર્ને  રાજા સાથે વિશ્વાસઘાત અને બેવફાઈના આરોપસર તેમનાં શાહી મહિલા સહયોગી સિનીનાત વોંગ વચિરાપાકને પદભ્રષ્ટ કરી તમામ ઇલકાબો છીનવી લીધા છે.

સત્ત્।ાવાર જાહેરાત પ્રમાણે, સિનીનાત 'મહત્વકાંક્ષી' હતાં અને તેમણે ખુદને 'રાણીના હોદ્દાને સમકક્ષ પદોન્નત કરવાનો પ્રયાસ કર્યો હતો.

નિવેદનમાં જણાવાયું કે 'સમ્રાટ સહયોગીનું વર્તન અપમાનજનક જણાયું હતું.'  જુલાઈ મહિનામાં સિનીનાતની નિયુકિત થઈ હતી.

નોંધનીય છે કે મે, ૨૦૧૯માં રાજા વાજિરાલોંગકોર્ને તેમના સુરક્ષાદળનાં નાયબ પ્રમુખ સુતિદા વોન્ગવાજિરાપાકડી સાથે લગ્ન કર્યાં હતાં. રાજાએ લગ્ન બાદ તેમને રાણીની ઉપાધિ આપી હતી અને તેમનું નામ રાણી સુતિદા રાખ્યું હતું.

રાજા વાજિરાલોંગકોર્ન ૬૬ વર્ષના છે. વર્ષ ૨૦૧૬માં પોતાના પિતા ભૂમિબલ અદૂલિયાદજના મૃત્યુ બાદ તેઓ થાઇલેન્ડના બંધારણીય સમ્રાટ બન્યા.

ભૂમિબલ અદૂલિયાદજે આશરે ૭૦ વર્ષ સુધી શાસન કર્યું હતું અને તેઓ દુનિયામાં લાંબા સમય સુધી ગાદી સંભાળનારા રાજા હતા. તેઓ થાઇલેન્ડમાં ખૂબ લોકપ્રિય હતા.

રાજા વાજિરાલોંગકોર્નના પહેલાં પણ ત્રણ વખત લગ્ન અને તલાક થઈ ગયા છે અને તેમને સાત બાળકો છે.

થાઇલેન્ડના પૂર્વ રાજા ભૂમિબદલ અદૂલિયાજની અંતિમક્રિયા સમયે સિનીનાત  સિનીનાતને મેજર-જનરલની રેન્ક આપવામાં આવી હતી. તેમણે પાઇલટ અને નર્સ તરીકે પણ તાલીમ લીધી છે.  સિનીનાતને 'રોયલ નોબલ કન્સોર્ટ'નો ઇકલાબ આપવામાં આવ્યો હતો.  એક સદીમાં તેઓ પ્રથમ એવી વ્યકિત હતાં, જેમને આ પદવી આપવામાં આવી હતી.

રાજાએ સુતિદા સાથે લગ્ન કર્યું, ત્યારબાદ પણ સિનીનાત નિયમિત રીતે શાહી કાર્યક્રમોમાં જોવા મળતાં.

બેંગકોંગ સ્થિત મહેલમાં રાજા તથા તેમના સહયોગી સિનીનાત  સિનીનાતને પદભ્રષ્ટ કરવાની આધિકારિક જાહેરાત અનુસાર તેઓ 'મહત્વાકાંક્ષી' હતાં. તેમજ 'તેમનું વર્તન અપમાનજનક' હોવાનું પણ કહેવાયું છે.  ૨૧ ઓકટોબર, ૨૦૧૯ના રોજની આ જાહેરાતમાં કહેવાયું છે કે, 'રાજા પર રહેલા કામના દબાણને ઘટાડવા તેમજ રાજાશાહીની મુશ્કેલીઓનો ઉકેલ શોધવાની તેમની પાસેથી અપેક્ષા હતી.'

'  પરંતુ તેમણે પોતાની સત્ત્।ાનો ઉપયોગ રાજયના હિતમાં કરવાના સ્થાને રાજાના નામથી હુકમો આપવાનું શરૂ કરી દીધું હતું.' 'તેથી રાજાને લાગ્યું કે તેમને પોતાના આ દરજ્જા પ્રત્યે માન નથી, તેમજ તેઓ પોતાના હોદ્દાને અનુરૂપ વર્તતાં પણ નથી.'

આ તમામ કારણોને લીધે રાજાએ તેમનાં શાહી ઇલકાબ, સન્માન, રોયલ ગાર્ડમાં તેમની રેન્ક અને સૈન્યો હોદ્દો પણ છીનવી લીધા છે.

રાણીનો દરજ્જો હાંસલ કરનાર રાણી સુતિદા પહેલા થાઈ એરવેઝમાં ફ્લાઇટ એટેન્ડન્ટ હતાં. વર્ષ ૨૦૧૪માં રાજા વાજિરાલોંગકોર્ને તેમને પોતાના બોડીગાર્ડના દળમાં નાયબ કમાન્ડર બનાવ્યાં હતાં.

નોંધનીય છે કે રાજા વાજિરાલોંગકોર્ને ૬૬ વર્ષની વયે ૪૧ વર્ષનાં રાણી સુતિદા સાથે લગ્ન કર્યાં હતાં. આ તેમનાં ચોથા લગ્ન હતાં. રાણી સુતિદા રાજા વાજિરાલોંગકોર્નના લાંબા સમય સુધી સાથે રહ્યાં હતાં અને દ્યણાં વર્ષથી સાર્વજનિક કાર્યક્રમોમાં સામેલ થતાં હતાં. લગ્ન દ્વારા તેમના સંબંધોને ઔપચારિક માન્યતા આપવામાં આવી હતી.

(3:16 pm IST)